Diamond City Or Crime City : સુરતની આ તો કેવી સૂરત?
ગોડાદરા વિસ્તારમાં આવેલી ઠાકોર દ્વાર સોસાયટી નજીક મહાકાલ પાન પાર્લર આવેલું છે. આ પાન પાર્લર પર મયુર પાટીલ ઉભો હતો.. ત્યારે, ત્યાં આવેલા આદિત્યસિંહ રાજપૂત આવ્યો. કોઈ બાબતે મયુર અને આદિત્ય વચ્ચે માથાકૂટ થઈ. તેની થોડીવારમાં આદિત્ય તેના મિત્ર નીતિશ મહંતો, રાજારામ મંહતો સહિત ચાર સગીરોને લઈ આવ્યો. પાન પાર્લર પર ઉભા રહેલા મયુર પર તીક્ષ્ણ હથિયાર લઈ તૂટી પડ્યા. આ દરમિયાન મયુરે પણ વળતો હુમલો કર્યો હતો..એ દરમિયાન નીતિશને ગંભીર ઈજા થઈ હતી. એક તરફ તીક્ષ્ણ હથિયારના ઘા વાગતા મયુર લોહી લુહાણ હાલતમાં ફસડાઈ પડ્યો અને તેને હોસ્પિટલ લઈ જવાય તે પહેલા મયુરનું મોત નિપજ્યું..તો બીજી તરફ, ગંભીર રીતે ઘાયલ નીતિશને સ્મીમેર હોસ્પિટલ લઈ જવાયો હતો. સારવાર દરમિયાન આરોપી નીતિશનું પણ મોત નિપજ્યું હતું. આમ, સામ-સામે કરેલા હુમલામાં બે યુવકના મર્ડર થયા. ડબલ મર્ડરનો ગુનો નોંધી પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો. આ ગુનામાં સામેલ ચાર સગીર સહિત સાત આરોપીઓને ઝડપી લીધા છે.


