Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એકમ કસોટી પર અલગ-અલગ શૈક્ષણિક સંગઠનોએ ખુલીને વિરોધ નોંધાવ્યો

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે અલગ-અલગ શૈક્ષણિક સંગઠનોએ ખુલીને વિરોધ નોંધાવ્યો છે. GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના પૂર્વ પ્રમુખ દ્વારા એકમ કસોટીના વિરોધ મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે
Advertisement

રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટીને લઈને હવે અલગ-અલગ શૈક્ષણિક સંગઠનોએ ખુલીને વિરોધ નોંધાવ્યો છે. GCERT એટલે કે ગુજરાત કાઉન્સિલ ફોર એજ્યુકેશન રિસર્ચ એન્ડ ટ્રેનિંગના પૂર્વ પ્રમુખ દ્વારા એકમ કસોટીના વિરોધ મામલે ઉપવાસ આંદોલનની જાહેરાત કરી છે, જેને અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની શાળાના શિક્ષક મંડળ દ્વારા ટેકો જાહેર કરવામાં આવ્યો છે.

અલગ-અલગ સંગઠનો દ્વારા ખુલીને થઇ રહ્યો છે વિરોધ

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ શિક્ષક મંડળ દ્વારા લેખિતમાં માંગ કરવામાં આવી છે કે, રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા લેવામાં આવતી એકમ કસોટી અંગે ફેરવિચારણા થવી જોઈએ. કારણ કે દર સપ્તાહે લેવામાં આવતી એકમ કસોટી વિદ્યાર્થીઓ પર શૈક્ષણિક કામગીરીનું ભારણ વધારે છે. નવી શિક્ષણનીતિમાં વિદ્યાર્થીઓ ઉપર ભારણ ઘટાડવાની વાત કરવામાં આવી છે, જ્યારે બીજી તરફ એકમ કસોટી એ માત્ર વિદ્યાર્થીઓની સાથે શિક્ષકો માટે પણ મોટો પડકાર છે. જેથી આ મામલે ફરી એકવાર વિચાર થવો જરુરી છે. આમ અમને શિક્ષણ વિભાગમાં અગાઉ અનેકવાર રજૂઆત કરવામાં આવી છે પરંતુ કોઈ નિર્ણય નથી લેવામાં આવ્યો, જેથી હવે સંગઠનો દ્વારા ખુલીને વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે. રાજ્યના શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ 3 થી 12માં ગ્રાન્ટેડ અને સરકારી શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે એકમ કસોટીની શરૂઆત કરાવી હતી. જેમાં દર શનિવારે એકમ કસોટીને લઈને સપ્તાહ દરમિયાન વિદ્યાર્થીઓને કરાવવામાં આવતા અભ્યાસનું મૂલ્યાંકન કરવાનો દાવો કરવામાં આવ્યો હતો. સમય જતા હવે એકમ કસોટી લેવા પાછળનો ઉદ્દેશ્ય જળવાતો ન હોવાની દલીલ પણ જાણકારો અને શિક્ષણવિદો કરી રહ્યા છે. જે બાદ હવે 18 જાન્યુઆરી GCERT ના પૂર્વ અધ્યક્ષ દ્વારા ઉપવાસ પર બેસી વિરોધ નોંધાવશે.

Advertisement

અહેવાલ - અર્પિત દરજી, અમદાવાદ

Advertisement

Tags :
Advertisement

.

×