ડાયરાના કલાકાર Devayat Khavad ની વધી મુશ્કેલી, હત્યાના પ્રયાસનો ગુનો દાખલ
દેવાયત ખવડ સહિત 15 લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે.
Advertisement
Junagadh : ડાયરા કલાકાર દેવાયત ખવડની (Devayat Khavad) મુશ્કેલીઓમાં વધારો થયો છે. ધ્રુવરાજસિંહ ચૌહાણ (DhruvRajSingh Chauhan) નામના યુવક સાથે ઘર્ષણ મામલે ફરિયાદ નોંધાઈ છે. દેવાયત ખવડ સહિત 15 લોકો સામે આ ફરિયાદ નોંધાઈ છે. પોલીસે દેવાયત ખવડ સામે હત્યાનો પ્રયાસ સહિતના આરોપો હેઠળ ગુનો નોંધ્યો છે. વાહન અથડાવી મૃત્યુ નીપજાવવાની કોશિશ કરવી, ભયંકર હથિયાર વડે ઈજા પહોંચાડવાનો ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
Advertisement


