Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અમદાવાદની એમોસ કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો જથ્થો મોકલાયો હોવાનો ઘટસ્ફોટ

બોટાદ જીલ્લાના બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 31 લોકોના મોત થયા છે. 30 વધુ લોકોની સારવાર કરાઇ રહી છે જેમાં ઘણા લોકોની હાલત ગંભીર ગણાવાઇ છે.ઘટનાના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દેશી દારુમાં મિથાઇલ આલ્કોહોલની ભેળસેળ કરાઇ હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે મિથાઇલ આલ્કોહોલ સપ્લાય કરનારા જયેશ ખાવડીયા નામના શખ્સની અટકાયત કરી છે. જયેશ ખાવડીયા અમદાà
અમદાવાદની એમોસ કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલનો જથ્થો મોકલાયો હોવાનો ઘટસ્ફોટ
Advertisement
બોટાદ જીલ્લાના બરવાળાના રોજીદ ગામે સર્જાયેલા કથિત લઠ્ઠાકાંડમાં અત્યાર સુધી 31 લોકોના મોત થયા છે. 30 વધુ લોકોની સારવાર કરાઇ રહી છે જેમાં ઘણા લોકોની હાલત ગંભીર ગણાવાઇ છે.
ઘટનાના પગલે પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઇ છે. દેશી દારુમાં મિથાઇલ આલ્કોહોલની ભેળસેળ કરાઇ હોવાનું તપાસમાં બહાર આવતાં પોલીસે મિથાઇલ આલ્કોહોલ સપ્લાય કરનારા જયેશ ખાવડીયા નામના શખ્સની અટકાયત કરી છે. 
જયેશ ખાવડીયા અમદાવાદના પીપલોજમાં આવેલી એમોસ કંપનીમાં સુપરવાઇઝર હોવાનું તપાસમાં જણાયું છે. જેના પગલે પોલીસે મંગળવારે સવારે  પીપલોજ ખાતે આવેલી એમોસ કંપનીમાં પોલીસે દરોડા પાડ્યા હતા. એમોસ કંપનીમાંથી મિથાઇલ આલ્કોહોલ કેમિકલ મોકલલવામાં આવ્યું હતું અને રાજુ નામના શખ્સે મોકલ્યું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. 
પોલીસે આ મામલે જયેશ ખાવડીયા અને રમેશ ખાવડીયાની ધરપકડ કરી છે. રાજુએ મિથાઇલ આલ્કોહોલ મોકલ્યું હતું. દેશી દારુની અંદર મિથેનોલ ઉમેરવામાં આવે છે. એમોસ ફેક્ટરીમાં મિથાઇલ આલ્કોહોલનો  મોટી માત્રામાં જથ્થો મળી આવ્યો છે. એમોસ કંપનીમાં પોલીસે દરોડો પાડ્યો હતો. ફેકટરીમાં  મિથાઇલ આલ્કોહોલની નાની નાની માત્રામાં પેકીંગ કરીને સપ્લાય કરવામાં આવે છે. સુપરવાઇઝર જયેશ ખાવડીયા હતો અને તેના દ્વારા સપ્લાય કરાયો હતો.
 જયેશ ખાવડીયા આ જ કંપનીમાં ઉપર પરિવાર સાથે રહેતો હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. તેણે 600 લીટર મિથાઇલ આલ્કોહોલને બરવાળા ચોકડી મોકલ્યો હતો. જેનો ઉપયોગ દેશી દારુમાં કરવામાં આવ્યો હતો.  અઢી લીટરની મિથેનોલની બોટલમાં પેકીંગ કરાતુ હતું. જે માલ લઇને જતો હતો તે રિક્ષા ચાલકને પણ પોલીસે પકડ્યો છે. 
Tags :
Advertisement

.

×