MPની યુનિવર્સિટીમાં નમાજ પઢતી વિદ્યાર્થીનીનો વીડિયો વાયરલ, વિરોધમાં હનુમાન ચાાલીસાના પાઠ થયા, જુઓ વિડીયો
મધ્ય પ્રદેશના સાગર શહેરમાં આવેલી ડો. હરિસિંહ ગૌર સેન્ટ્ર્લ યુનિવર્સિટીમાં નમાજને લઇને વિવાદ શરુ થયો છે. યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ક્લાસરુમમાં હિજાબ પહેરીને નમાજ પઢતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વિવાદ શરુ થતા મેનેજમેન્ટ દ્વારા તપાસના આદેશ આપવàª
Advertisement
મધ્ય પ્રદેશના સાગર શહેરમાં આવેલી ડો. હરિસિંહ ગૌર સેન્ટ્ર્લ યુનિવર્સિટીમાં નમાજને લઇને વિવાદ શરુ થયો છે. યુનિવર્સિટીમાં છેલ્લા વર્ષમાં અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ક્લાસરુમમાં હિજાબ પહેરીને નમાજ પઢતી હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. વિડીયો સામે આવ્યા બાદ હિંદુ સંગઠનો દ્વારા તેનો વિરોધ કરવામાં આવી રહ્યો છે. આ અંગે વિવાદ શરુ થતા મેનેજમેન્ટ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે. જેના માટે 6 સભ્યોની એક સમિતિ પણ બનાવી છે. જે ત્રણ દિવસમાં રિપોર્ટ મોકલશે.
મળતી માહિતિ પ્રમાણે વિદ્યાર્થીની દમોહની છે અને યુનિવર્સિટીમાં આ તેનું અંતિમ વર્ષ છે. B.Sc B.edનો અભ્યાસ કરતી આ વિદ્યાર્થીની હિજાબ પહેરીને યુનિવર્સિટી આવે છે. શુક્રવારે બપોરે જ્યારે તે ક્લાસરૂમની અંદર નમાઝ અદા કરી રહી હતી ત્યારે કોઈએ તેનો વીડિયો બનાવીને વાયરલ કરી દીધો હતો. ત્યારબાદ આ મુદ્દે હવે વિવાદ શરુ થયો છે.
VHPએ યુનિવર્સિટી કેમ્પસમાં હનુમાન ચાાલિસાના પાાઠ કર્યા
વિશ્વ હિંદુ પરિષદે આ વીડિયો જોયો કે તરત જ તેના કાર્યકરો શનિવારે યુનિવર્સિટી પહોંચ્યા અને જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. ત્યારબાદ કાર્યકર્તાઓએ યુનિવર્સિટી કેમ્પસના શંકર મંદિરમાં હનુમાન ચાલીસાના પાઠ પણ કર્યા હતા. તેમણે કહ્યું કે આ યુનિવર્સિટીને જેએનયુ બનવા દેવામાં આવશે નહીં. આ અંગે યુનિવર્સિટી પ્રશાસનને પણ ફરિયાદ કરવામાં આવી છે, જેમાં યુનિવર્સિટી પ્રશાસ પાસે આ મામલે કોઈ નક્કર કાર્યવાહી કરવાની માગ કરી છે.
વિદ્યાર્થીઓ માટે પરિપત્ર જાહેર
યુનિવર્સિટીમાં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ માટે એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે યુનિવર્સિટી કેમ્પસમાં અભ્યાસ કરવા સિવાય એવી કોઈ પ્રવૃત્તિ ન કરવી કે ના તો ભાગ લેવો. જેના કારણે યુનિવર્સિટીમાં સાંપ્રદાયિકતા, તણાવનું વાતાવરણ ઉભુ થાય અને શૈક્ષણિક કાર્યને ખલેલ પહોંચે.
યુનિવર્સિટીના પદાધિકારીનું શું કહેવું છે?
આ બાબતે ડો.હરિસિંહ ગૌર યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રો. નીલિમા ગુપ્તાએ કહ્યું કે આ ઘટનાની તપાસ માટે એક સમિતિની રચના કરવામાં આવી છે. આ સાથે વિદ્યાર્થીઓને તેમના ઘર અથવા ધાર્મિક સ્થળો પર પૂજા કરવાની સૂચના આપવામાં આવી છે. યુનિવર્સિટી માત્ર ભણાવવા માટે છે. યુનિવર્સિટીના નોટિફિકેશનમાં યુનિવર્સિટી કેમ્પસમાં ધાર્મિક કાર્યક્રમો અને ગતિવિધિઓ કરવા પર કાર્યવાહીનું કહેવામાં આવ્યું છે.
Advertisement


