Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમને પણ જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ છે, તો હવે થઈ જાવ સાવધાન નહિતર…

ઘણા લોકોને જમીને તરત જ પાણી પીવાની ટેવ હોય છે. પણ શું તમે જાણો છો કે તમારી આ ટેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. આપણું શરીર 70% પાણીથી બનેલું છે, તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે વધુ પાણી પીવું જોઈએ .આપણામાંથી ઘણાં એવા લોકો છે જે જમ્યા પછી તરત જ એક કે બે ગ્લાસ પાણી પી લે છે, તેનાથી આપણા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. તો ચાલો આજે અમે તમને જમીને તરત પાણી પીવાથી થતા ગેરફાયદા વિશે  જણાવીએ .પાચન à
શું તમને પણ જમ્યા પછી તરત જ પાણી પીવાની ટેવ છે  તો હવે થઈ જાવ સાવધાન નહિતર hellip
Advertisement
ઘણા લોકોને જમીને તરત જ પાણી પીવાની ટેવ હોય છે. પણ શું તમે જાણો છો કે તમારી આ ટેવ સ્વાસ્થ્ય માટે હાનિકારક થઇ શકે છે. આપણું શરીર 70% પાણીથી બનેલું છે, તેથી શરીરને સ્વસ્થ રાખવા માટે વધુ પાણી પીવું જોઈએ .
આપણામાંથી ઘણાં એવા લોકો છે જે જમ્યા પછી તરત જ એક કે બે ગ્લાસ પાણી પી લે છે, તેનાથી આપણા શરીરને ઘણું નુકસાન થઈ શકે છે. તો ચાલો આજે અમે તમને જમીને તરત પાણી પીવાથી થતા ગેરફાયદા વિશે  જણાવીએ .
પાચન બગડે  છે
જમ્યા પછી તરત જ પાણી પીવાથી પાચન રસ અને ઉત્સેચકોની સાંદ્રતા ઓછી થાય છે. જેથી ખોરાકને પચવામાં વાર  લાગે છે. આ ઉપરાંત એસિડિટી જેવી અનેક સમસ્યા પણ થઈ શકે છે, જેથી જમ્યા પછી તરત પાણી ન પીવું જોઈએ.
પોષક તત્વો ઘટાડે છે
જમ્યા પછી તરત જ પાણી પીવાથી ખોરાક ખૂબ જ ઓછા સમયમાં આંતરડામાં પહોંચી જાય છે, જેના કારણે શરીરને જરૂરી પોષક તત્વો નથી મળતા. 
વજન વધે છે
એવું કહેવાય છે કે પાણી પીવાથી વજન ઘટે છે, પરંતુ જો તમે જમ્યા પછી પાણી પીવો છો તો તમારું પેટ અને વજન બંને વધવા લાગે છે, જો તેનું પાચન યોગ્ય રીતે ન થાય તો રહેલું ગ્લુકોઝ ચરબીમાં પરિવર્તિત થઈ જાય છે.
પેટના દુખાવા અને એસિડિટી માટે પાણી
જો તમે જમ્યા પછી તરત જ પાણી પીવો છો તો તમારું પેટ ફૂલવા લાગે છે અને પેટમાં દુખાવાની સમસ્યા પણ થાય છે, તેમાં પણ જમ્યા પછી તમારું પેટ પહેલેથી જ ભરેલું હોય છે અને જો તમે વધુ પાણી પીતા હોવ તો તેના કારણે એસિડિટીની સમસ્યા વધી જાય છે. 
આ રીતે પાણી પીવું જોઈએ 
નિષ્ણાતોના મતે, વ્યક્તિએ હંમેશાં જમવાના અડધા કલાક પહેલા એક ગ્લાસ પાણી પીવું જોઈએ. જમ્યા પછી 1 કલાક સુધી પાણી પીવું  જોઈએ નહિ .તેમાં  પણ જો તમે મસાલેદાર ખોરાક ખાતા હોય તો તમારે ગરમ  પાણી પીવું જોઈએ .
Tags :
Advertisement

.

×