Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બાળકોના ઉનાળુ વેકેશનમાં ન કરો આ ત્રણ ભૂલ...

સામાન્ય  રીતે  ઉનાળામાં ગરમીનું  પ્રમાણ  વધારે  જોવા મળે છે.તેમાં પણ  ઉનાળામાં  બાળકોને  ઉનાળું  વેકેશન  હોય છે. બાળકોને  સ્કૂલમાંથી  રજાઓ  મળતી હોય છે. બાળકોને  આ વેકેશનનો સમય  ખૂબ  જ ગમે છે. બાળકો  એટલા માટે પણ ખુશ  હોય છે કે તેમને સવારે વહેલા ઉઠવું પડતું નથી કે દિવસભર અભ્યાસ કરવો પડતો નથી. સામાન્ય  રીતે રજાઓ દરમિયાન આરામ કરવો જરૂરી છે, પરંતુ તે જ સમયે બાળકની આદતને બગાડવી નહીં તે પણ મ
બાળકોના ઉનાળુ વેકેશનમાં ન કરો આ ત્રણ ભૂલ
Advertisement
સામાન્ય  રીતે  ઉનાળામાં ગરમીનું  પ્રમાણ  વધારે  જોવા મળે છે.તેમાં પણ  ઉનાળામાં  બાળકોને  ઉનાળું  વેકેશન  હોય છે. બાળકોને  સ્કૂલમાંથી  રજાઓ  મળતી હોય છે. બાળકોને  આ વેકેશનનો સમય  ખૂબ  જ ગમે છે. બાળકો  એટલા માટે પણ ખુશ  હોય છે કે તેમને સવારે વહેલા ઉઠવું પડતું નથી કે દિવસભર અભ્યાસ કરવો પડતો નથી. સામાન્ય  રીતે રજાઓ દરમિયાન આરામ કરવો જરૂરી છે, પરંતુ તે જ સમયે બાળકની આદતને બગાડવી નહીં તે પણ મહત્વપૂર્ણ છે કારણ કે તે તેમને જયારે  સ્કૂલ  ખુલે ત્યારે  મુશ્કેલ  બનાવતી હોય છે.
અભ્યાસનો સમય નક્કી ન કરવો
ઉનાળાના વેકેશનનો અર્થ માત્ર રમત-ગમત અને આનંદ જ નથી, પરંતુ અભ્યાસ માટે પણ સમય નક્કી કરવો જોઈએ. ભલે તે દિવસમાં માત્ર એક કલાક જ હોય. રજાઓમાં અભ્યાસનો સમય ન રાખવાથી બાળકોની દિનચર્યા ખોરવાઈ જાય છે અને 2 મહિના પછી ફરી અભ્યાસ શરૂ કરવો તેમના માટે મુશ્કેલ બની જાય છે. તેથી  ઉનાળાના વેકેશનમાં અભ્યાસ માટે સમય નક્કી કરો અને બાળકોને તેનું પાલન કરવાનું કહો. જેમાં તેમને અભ્યાસની સાથે, ટીવી જોવાનો, બહાર રમવાનો સમય નક્કી કરો.
અભ્યાસેતર પ્રવૃત્તિઓ માટે દબાણ કરશો નહીં
સામાન્ય રીતે બધા માતા-પિતા બાળકો દ્વારા તેમના સપના પૂરા કરવા માંગે છે. જે વસ્તુઓ તેઓ હાંસલ કરી શક્યા નથી, બાળકો તે પ્રાપ્ત કરે તેવી અપેક્ષા રાખે છે, તે જાણ્યા વિના કે બાળકને ખરેખર તેમાં રસ છે કે નહીં. આ જ કારણ છે કે ઉનાળાની રજાઓમાં કોચિંગ ક્લાસ શરૂ થાય છે. માતા-પિતા ઇચ્છે છે કે તેમનું બાળક દરેક બાબતમાં ટોપર બને અને આ માટે, આસપાસની તમામ ઇત્તર પ્રવૃત્તિઓનો ભાગ બનવાનું દબાણ  કરતાં  હોય છે. ત્યારે તેના બદલે તમે બાળકોને આરામનો સમય આપો. બાળક સાથે વાત કરો, તેના શોખ વિશે જાણો અને તે મુજબ તેને તાલીમ આપો. બધું શીખવાથી તમારું બાળક માસ્ટર નહીં બને.
 લાંબા સમય સુધી સૂવું
સવારે વહેલા જાગવું એ સજા નથી પરંતુ સ્વાસ્થ્ય માટે સારી આદત છે. જો તમારા બાળકને સવારે વહેલા ઉઠવાની આદત હોય તો તે સારી બાબત  કહેવાય.તેમની આ ટેવથી જયારે  સ્કૂલ  ખુલે ત્યારે  વેહલું  જાગવું  પડકાર નથી  બનતું.
Tags :
Advertisement

.

×