Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમને યાદ છે આજનો દિવસ જ્યારે ગ્રાઉન્ડ પર તમામ ભારતીઓની આંખમાં હતું પાણી

ભારતીય ક્રિકેટમાં 2 એપ્રિલ 2011નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ઈતિહાસનું પુનરાવર્તન કરતા ODI વર્લ્ડ કપ જીત્યો હતો. 1983માં, કપિલ દેવની કપ્તાની બાદ ભારત બીજી વખત ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. શું કોઇ ક્રિકેટ ચાહક આજનો દિવસ ભૂલી શકે ખરા? આજના દિવસે બરોબર 2 એપ્રિલ 2011 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વ કપ ફાઈનલમાં શ્રીલંકાને હરા
શું તમને યાદ છે આજનો દિવસ જ્યારે ગ્રાઉન્ડ પર તમામ ભારતીઓની આંખમાં હતું પાણી
Advertisement
ભારતીય ક્રિકેટમાં 2 એપ્રિલ 2011નો દિવસ સુવર્ણ અક્ષરે લખાયેલો છે. આ દિવસે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં ભારતીય ટીમે ઈતિહાસનું પુનરાવર્તન કરતા ODI વર્લ્ડ કપ જીત્યો હતો. 1983માં, કપિલ દેવની કપ્તાની બાદ ભારત બીજી વખત ODI વર્લ્ડ કપ ચેમ્પિયન બન્યું હતું. 
શું કોઇ ક્રિકેટ ચાહક આજનો દિવસ ભૂલી શકે ખરા? આજના દિવસે બરોબર 2 એપ્રિલ 2011 ના રોજ ભારતીય ક્રિકેટ ટીમે વિશ્વ કપ ફાઈનલમાં શ્રીલંકાને હરાવી કરોડો લોકોનું દિલ જીત્યું હતુ. ફાઈનલમાં લસિથ મલિંગા, મહેલા જયવર્દને, કુમાર સંગાકારા જેવા મહાન ખેલાડીઓથી ભરેલી શ્રીલંકાની ટીમ પણ ખિતાબની પ્રબળ દાવેદાર હતી. ભારતીય ટીમ માટે આ એક ઐતિહાસિક દિવસ હતો, 2003 વર્લ્ડ કપ ફાઇનલમાં હાર બાદ ભારતીય ટીમ આ મેચમાં પોતાનું બધુ જ આપી દેવા માંગતી હતી. 
1983ના વર્લ્ડ કપ પછી ભારત એકપણ વર્લ્ડ કપ જીતી શક્યું નથી. ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરનો આ છેલ્લો વર્લ્ડ કપ પણ હતો અને વર્લ્ડ કપ જીતવાનું સપનું પૂરું કરવાની છેલ્લી આશા પણ હતી. આપણે બધા જાણીએ છીએ કે, એમએસ ધોનીએ કેવી રીતે સિક્સર મારીને ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવ્યું, અને કેવી રીતે સચિન તેંડુલકર, એમએસ ધોનીની આંખો ભીની થઈ ગઈ અને અન્ય ખેલાડીઓ તેમના આંસુ રોકી શક્યા નહીં અને મેદાન પર રડવા લાગ્યા હતા. આ ભાવુક ક્ષણના તમામ લોકો સાક્ષી બન્યા હતા.  
એ વાત સાચી છે કે, ભારતીય ટીમે મહેન્દ્ર સિંહ ધોનીની કપ્તાનીમાં 2 એપ્રિલ 2011ના રોજ શ્રીલંકાને હરાવીને વર્લ્ડ કરનો ખિતાપ જીત્યો હતો. પરંતુ મોટા ભાગના લોકો નથી જાણતા કે ધોનીએ 9 વર્ષ પહેલા 2003માં જ વર્લ્ડ ચેમ્પિયન બનવાનું સપનું જોયું હતું. આ 23 માર્ચ 2003ની વાત છે, જ્યારે કેપ્ટન સૌરવ ગાંગુલીની આગેવાની હેઠળની ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગમાં રમાયેલા વર્લ્ડ કપની ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા સામે હારી ગઇ હતી. કરોડો ભારતીય ક્રિકેટ ચાહકોની સાથે ધોનીએ પણ આશા વ્યક્ત કરી હતી કે ભારતીય ટીમ વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરશે. 
મહેનત કર તો સફળતા તને મળશે જ, આવું જ કઇંક વિચારી ધોની તેના કેટલાક મિત્રો સાથે રાંચીના એક નાના ફ્લેટમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની ફાઈનલ મેચ જોઈ રહ્યો હતો. પરંતુ ભારતીય ટીમનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું અને ટીમને 125 રનથી હારનો સામનો કરવો પડ્યો. આ હારથી ધોની અને તેના મિત્રો ખૂબ જ નિરાશ થયા. પરંતુ પછી ધોનીએ કહ્યું કે, તે એક દિવસ ભારતીય ટીમને વર્લ્ડ ચેમ્પિયન બનાવશે. આ સાંભળીને તેના મિત્રો હસી પડ્યાં, પરંતુ ધોનીએ મનમાં નક્કી કર્યું કે તે એક દિવસ તેનું અને કરોડો ક્રિકેટ પ્રેમીઓનું સપનું પૂરું કરશે.
ભલે તે સમયે ધોનીના મિત્રોને તેની વાત મજાક લાગી હોય પરંતુ 2011માં જે રીતે ટીમ ઈન્ડિયાએ વર્લ્ડ કપ ટ્રોફી પોતાના નામે કરી તે આજે પણ લોકો માટે એક યાદગાર ક્ષણ છે. ઉલ્લેખનીય છે કે, ભારતે 10 બોલ બાકી રહેતા ટાર્ગેટનો પીછો કર્યો અને ધોનીએ છેલ્લા બોલ પર શાનદાર સિક્સર ફટકારી ટીમની જીત અપાવી. પરંતુ આ ફાઈનલ મેચમાં જ્યારે ભારતીય ટીમ બેટિંગ કરવા ઉતરી ત્યારે ચાહકો ઉદાસ હતા અને જાણે આંસુ આવી ગયા હતા. કારણ કે વીરેન્દ્ર સેહવાગ શૂન્ય અને સચિન તેંડુલકર 18 રને સસ્તામાં આઉટ થયા હતા. બંનેની વિકેટ લસિથ મલિંગાએ લીધી હતી. પરંતુ આ પછી ગૌતમ ગંભીરે ઇનિંગની કમાન સંભાળી હતી અને તે આઉટ થયો ત્યાં સુધીમાં ભારત જીતના ઉંબરે ઉભું હતું. 
જ્યારે એમએસ ધોની આવ્યો ત્યારે ભારતીય ઈનિંગ શરૂઆતની વિકેટમાંથી રિકવર થઈ ગઈ હતી, પરંતુ જીતવા માટે મોટી ઈનિંગની જરૂર હતી, જે ધોનીના બેટમાંથી આવી હતી. ધોનીએ શાનદાર રીતે મેચ પૂરી કરી અને ઈતિહાસ રચ્યો. ફાઈનસ મેચ દરમિયાન વાનખેડે સ્ટેડિયમની બહાર એટલી ભીડ હતી કે ભૂતપૂર્વ ખેલાડીઓ કહે છે કે આજ સુધી આટલી ભીડ તેમણે જોઈ નથી. ટીમને વાનખેડેથી તેમની હોટેલ સુધી મુસાફરી કરવામાં ઘણો સમય લાગ્યો, જે અનિવાર્ય હતો કારણ કે તે એક ઐતિહાસિક દિવસ હતો અને દરેક વ્યક્તિ તેના સાક્ષી બનવા માંગતા હતા. પરંતુ આ નજારો માત્ર મુંબઈ કે વાનખેડેની નજીકનો ન હતો, પરંતુ આવો નજારો સમગ્ર દેશમાં હતો. દરેક રાત્રે શેરીઓમાં ઈન્ડિયા...ઈન્ડિયાના નારા સાથે ફરી રહ્યા હતા, એકબીજા સાથે તેમના મેચના અનુભવો શેર કરી રહ્યા હતા. સમગ્ર દેશ બોમ્બ બ્લાસ્ટથી ઝગમગી ઉઠ્યો, મેચ કોણે જીતાડી, મેચ ક્યારે ફસાઈ, કોણે બચાવી, આવી જ કેટલીક વાતો ચાહકોના હોઠ પર હતી.
Tags :
Advertisement

.

×