Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ઘાવ

'એકેય ઉઝરડો દેખાય છે શરીર પર? નાટક છે બધા.''મફતની પબ્લિસિટી, બીજું શું?'ફરી એક વાર નિશ્ચય ડગમગ્યો એનો. જેટલા લોક એટલી વાતો! કિસ્સો ચગ્યો જ હતો એટલે આવું થવું સ્વાભાવિક હતું ને છતાંય…જોકે બધા ક્યાં ખોટું કહેતા હતા? શારીરિક છેડછાડ ક્યાં કરેલી એણે? 'મન પર પડેલા ઘાવ ભરવા જાતે જ આગળ વધવું પડે, દીકરા.' માના શબ્દોએ હિંમત આપી એને.આત્મસન્માનની તાજી હવા શ્વાસમાં ભરી મક્કમતાથી એણે ઘરનો ઉંબરો ઓળંગà
ઘાવ
Advertisement
'એકેય ઉઝરડો દેખાય છે શરીર પર? નાટક છે બધા.'
'મફતની પબ્લિસિટી, બીજું શું?'
ફરી એક વાર નિશ્ચય ડગમગ્યો એનો. જેટલા લોક એટલી વાતો! કિસ્સો ચગ્યો જ હતો એટલે આવું થવું સ્વાભાવિક હતું ને છતાંય…
જોકે બધા ક્યાં ખોટું કહેતા હતા? શારીરિક છેડછાડ ક્યાં કરેલી એણે? 
'મન પર પડેલા ઘાવ ભરવા જાતે જ આગળ વધવું પડે, દીકરા.' માના શબ્દોએ હિંમત આપી એને.
આત્મસન્માનની તાજી હવા શ્વાસમાં ભરી મક્કમતાથી એણે ઘરનો ઉંબરો ઓળંગ્યો.
-શ્રદ્ધા ભટ્ટ
Tags :
Advertisement

.

×