Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

શું તમે રજાઓમાં પેરાગ્લાઈડિંગ, સ્કુબા ડાઈવિંગનો આનંદ માણવા માંગો છો? તો આ છે શ્રેષ્ઠ સ્થળો

ઉનાળાનાં દિવસોમાં લોકો ફરવા જવા માટેના અલગ અલગ પ્લાન કરતા હોય છે. તેમાં પણ મે-જૂન મહિનામાં બાળકોની રજાઓ હોવાથી બાળકો તેમના માતા-પિતા સાથે ફરવા જાય છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે લાંબા સમય સુધી ઘરોમાં રહ્યા હતા. જો તમે રજાઓ ઘરથી દૂર એકસાથે પસાર કરવા માંગો છો, તો અમે કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ. તેમાં તમે એડવેન્ચર સ્પોર્ટ્સનો રોમાંચક  આનંદ  માણી  શકો છો.  આજના સમયમ
શું તમે રજાઓમાં પેરાગ્લાઈડિંગ  સ્કુબા ડાઈવિંગનો આનંદ માણવા માંગો છો  તો આ છે શ્રેષ્ઠ સ્થળો
Advertisement
ઉનાળાનાં દિવસોમાં લોકો ફરવા જવા માટેના અલગ અલગ પ્લાન કરતા હોય છે. તેમાં પણ મે-જૂન મહિનામાં બાળકોની રજાઓ હોવાથી બાળકો તેમના માતા-પિતા સાથે ફરવા જાય છે. છેલ્લા 2 વર્ષથી કોરોનાને કારણે લાંબા સમય સુધી ઘરોમાં રહ્યા હતા. જો તમે રજાઓ ઘરથી દૂર એકસાથે પસાર કરવા માંગો છો, તો અમે કેટલીક શ્રેષ્ઠ જગ્યાઓ વિશે જણાવી રહ્યા છીએ. તેમાં તમે એડવેન્ચર સ્પોર્ટ્સનો રોમાંચક  આનંદ  માણી  શકો છો.  
આજના સમયમાં ભારત તેની ભૌગોલિક સ્થિતિને કારણે એડવેન્ચર સ્પોર્ટ્સ પ્લેસ તરીકે ઝડપથી ઉભરી રહ્યું છે. હવે લોકોમાં ક્રેઝ એટલો છે કે જો તેઓ પહાડોની વચ્ચે હોય તો પેરાગ્લાઈડિંગની મજા માણ્યા વિના તેમનો પ્રવાસ પૂરો ન થયો  હોય તેવું  તેમને  લાગે છે. તેવી જ રીતે  સ્કુબા ડાઇવિંગનો  એકવાર  ચોક્કસ  અનુભવ  કરવો જોઈએ .
પેરાગ્લાઈડિંગ
પેરાગ્લાઈડિંગ દ્વારા તમે ખૂબ જ સાહસિક રીતે હવામાં ઉડાન ભરી શકો છો . જે તમને પક્ષીઓની જેમ ઉડવાની અનુભૂતિ આપે છે. પેરાગ્લાઈડિંગ એ આવી જ એક સાહસિક રમત છે જે આકાશમાં ઊંચાઈ પર ઉડવાનો સુંદર અનુભવ આપે છે.  જેમાં તમારા શરીર સાથે પેરાશૂટ જેવી કેનોપી જોડવામાં આવશે, જેમાંથી તમે ઊંચાઈ પરથી કૂદ્યા પછી હવામાં  ઉડશો.
ભારતમાં પેરાગ્લાઈડિંગના  છે આ શ્રેષ્ઠ સ્થાનો
જ્યારે હિમાચલ પ્રદેશમાં બિર બિલિંગ એશિયામાં શ્રેષ્ઠ પેરાગ્લાઇડિંગ સાઇટ તરીકે ગણવામાં આવે છે, ત્યાં અન્ય સ્થળો છે જે તમને પેરાગ્લાઇડિંગનો રોમાંચક અનુભવ આપે છે. આ ઉપરાંત મનાલી, મસૂરી, કામશેત, નૈનીતાલ, યેલાગિરી, રાનીખેત, પંચગની, શિલોંગ, ગંગટોક, અરમ્બોલ, ગઢવાલ, માથેરાન, જયપુર, સતપુરા અને વાગામોન વગેરે  પણ એવા પેરાગ્લાઈડિંગના  માટેના  શ્રેષ્ઠ સ્થાનો છે. 
સ્કુબા ડાઇવિંગ
સામાન્ય  રીતે  મોટાભાગના લોકોને  સમુદ્રમાં  તરવું ગમતું હોય છે. ત્યારે  તમે આ શોખ  પૂરો  કરવા  માટે  સ્કુબા ડાઇવિંગ દ્વારા સમુદ્રના ઊંડા પાણીની શાંતિમાં ડૂબકી મારી શકો છો. તમને સ્કુબા  ડાઇવિંગમાં અલગ જ અનુભૂતિ  થશે. 
ભારતમાં સ્કુબા ડાઇવિંગના શ્રેષ્ઠ સ્થાનો
 આપણા  દેશમાં કેટલીક ખાસ જગ્યાઓ છે જ્યાં તમે સ્કુબા ડાઇવિંગનો અનુભવ કરી શકો છો. આ સ્થળોમાં હેવલોક આઇલેન્ડ, નીલ આઇલેન્ડ, પોર્ટ બ્લેર, કોવલમ, બાંગારામ, કદમત આઇલેન્ડ અને કોરલ શાર્ક રીફનો સમાવેશ થાય છે.
Tags :
Advertisement

.

×