શું તમારે Whatsapp પર વીડિયો કોલ રેકોર્ડ કરવા છે ? આ રહી આસાન રીત.
આજના યુગમાં દરેક વ્યક્તિ ઈન્ટરનેટ અને ટેકનોલોજી
સાથે જોડાયેલો છે. તેમાં પણ ખાસ કરીને સોશિયલ મીડિયા આજે દરેક વ્યક્તિના જીવનનો
અભિન્ન ભાગ બની ગયું છે. જાણે કે આ સોશિયલ મીડિયા વગર તેનું જીવન નર્ક છે. તો આ
ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના જમાનામાં વોટ્સએપ ખુબ જ મહત્વનો ભાગ છે. તો આ
વોટ્સએપને લઈને આજે અમે તમને એક ઉપયોગી અને મહત્વની વાત જણાવવા જઈ રહ્યા છીએ.
વોટ્સએપ પર તમે જે વીડિયો કોલ કરો છો તેને રેકોર્ડ કરવા માંગતા હોવ તો તમે આ કામ
માત્ર સેકેન્ડોમાં કરી શકશો જાણો કંઈ રીતે....
વોટ્સએપના વીડિયો કોલને રેકોર્ડ કરવા માટે થર્ડ પાર્ટી એપની જરૂર
પડશે. જે તમને એપ્લિકેશન સ્ટોર પ્લે સ્ટોર પરથી ઉપલબ્ધ થશે..આજકાલ હેકરો સામાન્ય
લોકોને નવી નવી રીતે ચૂનો લગાવી રહ્યા છે. એટલા માટે તમારે ઘણા સાવચેત રહેવાની
જરૂર છે. મોટાભાગના લોકો વોટ્સએપના કોલિંગ ફીચર (વિડિઓ-ઓડિઓ) નો ઉપયોગ કરીને એક
બીજા સાથે વાત કરે છે. આ સુવિધા આજકાલ તમામ સ્માર્ટ ફોન્સમાં ઉપલબ્ધ છે,
અને સામાન્ય ફોનમાં કોલ રેટમાં વધારાને કારણે લોકો મોટે ભાગે
વોટ્સએપ કોલિંગનો જ ઉપયોગ કરે છે. આમ તો વોટ્સએપ કોલિંગમાં એન્ડ-ટૂ-એન્ડ એન્ક્રિપ્શન
છે. તેનો અર્થ છે કે તમારો કોલ સલામત છે, અને તે રેકોર્ડ પણ
કરી શકાતો નથી. પરંતુ હજી પણ એવી ઘણી એપ્લિકેશનો છે જે વોટ્સએપ કોલ્સને રેકોર્ડ
કરી શકે છે. વોટ્સએપ પોતે તો કોલ રેકોર્ડ સુવિધા આપતું નથી. પરંતુ એપ સ્ટોરમાં ઘણી
એવી એપ્લિકેશનો છે જેની મદદથી કોલને ખૂબ જ સરળતાથી રેકોર્ડ કરી શકાય છે. એન્ડ્રોઇડ
ફોનમાં આવી ઘણી એપ્લિકેશનો ખૂબ જ સરળતાથી મળી જાય છે, જે
વોટ્સએપ કોલ રેકોર્ડિંગ માટે બનાવવામાં આવી છે.
કેવી
રીતે કોલ થાય છે રેકોર્ડ
કોલ રેકોર્ડ માટે સૌથી પહેલા એપ સ્ટોરમાંથી ક્યુબ કોલ રેકોર્ડર
નામની એપ ડાઉનલોડ કરવામાં આવે છે. વોટ્સએપ પર કોલ રેકોર્ડ કરતા પહેલાં આ
એપ્લિકેશનને ખોલવી પડશે. ત્યારબાદ વોટ્સએપથી કોલ કરવામાં આવે ત્યારે જેવો જ તમારો
કોલ શરુ થશે કે તમને ક્યુબ કોલ વિજેટ પણ દેખાશે. તેના પર ક્લિક કરવાથી કોલ
રેકોર્ડિંગ શરૂ થાય છે. આઇફોનમાં વોટ્સએપ કોલ રેકોર્ડ કરવા
માટે, પહેલા આઇફોનને મેકબુક સાથે કનેક્ટ કરવો પડે છે.
કનેક્ટ થયા પછી ક્વિક ટાઇમ પર ક્લિક કરી ફાઇલ સેક્શનમાં જઈને ન્યુ ઓડિઓ
રેકોર્ડિંગનો વિકલ્પ પસંદ કરવામાં આવે છે. આઇફોનથી કોઈના કોલને રેકોર્ડ કરવા માટે,
દરેક વખતે ક્વિકટાઇમ પર રેકોર્ડ બટન દબાવવું પડે છે. ત્યારબાદ કોઈ
પણ વ્યક્તિને ફોન કરવામાં આવે તો તે બધી વાતો રેકોર્ડ થાય છે. કોલ કટ કરશો
એટલે તેની સાથે જ રેકોર્ડિંગ પણ બંધ થઈ જશે અને ફાઇલ સેવ થાય છે.


