Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જામકંડોરણાના ચારેલ ગામના કામરાજની જન્મજાત મુકબધિરતાની ક્ષતિ દૂર કરતા ડોક્ટરો

માનવજીવનમાં શરીરના દરેક અંગનું મહત્વ હોય છે ત્યારે જો કોઈ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. ઘણીવાર સામાન્ય જીવન ન જીવી શકવાના કારણે જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. તેવા સંજોગોમાં જો સમયસર ઈલાજ અને સારવાર મળે તો જીવન પ્રફુલ્લિત થઈ ઉઠે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચારેલ ગામના એક ખેડૂત પરિવાર સાથે  છે. ખેડૂત પરિવારમાં એક સુંàª
જામકંડોરણાના ચારેલ ગામના કામરાજની જન્મજાત મુકબધિરતાની ક્ષતિ દૂર કરતા ડોક્ટરો
Advertisement
માનવજીવનમાં શરીરના દરેક અંગનું મહત્વ હોય છે ત્યારે જો કોઈ અંગ ખામીયુક્ત હોય તો જીવનમાં નાની-મોટી તકલીફો પડતી હોય છે. ઘણીવાર સામાન્ય જીવન ન જીવી શકવાના કારણે જીવન પ્રત્યે અણગમો પણ થતો હોય છે. તેવા સંજોગોમાં જો સમયસર ઈલાજ અને સારવાર મળે તો જીવન પ્રફુલ્લિત થઈ ઉઠે. આવું જ કંઈક બન્યું છે રાજકોટ જિલ્લાના જામકંડોરણા તાલુકાના ચારેલ ગામના એક ખેડૂત પરિવાર સાથે  છે. 
ખેડૂત પરિવારમાં એક સુંદર બાળકનો જન્મ થયો
આજથી ત્રણેક વર્ષ પહેલા ખેડૂત પરિવારમાં એક સુંદર બાળકનો જન્મ થયો. બાળકના પિતા શિવરાજસિંહ જાડેજા અને પરિવારજનોએ ખૂબ જ હરખભેર તેનું નામ કામરાજ પાડ્યું. આડોશી-પાડોશી તથા સગા-વ્હાલા સૌ કોઈનો લાડકવાયો કામરાજ દોઢ-બે વર્ષનો થયો ત્યારે તેના હાવભાવ, પ્રતિક્રિયા, હલનચલન વગેરેના અવલોકનમાં કામરાજને બોલવા અને સાંભળવામાં તકલીફ હોવાનું પરિજનોને લાગ્યું. તા.10.07. 21ના રોજ ચારેલ ગામની આંગણવાડીની મુલાકાતે આવેલ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમની ટીમે આ બાળકનું શારીરિક પરીક્ષણ કરતાં  જણાયું કે આ બાળક જન્મથી જ મૂકબધિરતાની ખામી ધરાવે છે. દીકરો મૂકબધિર હોવાની જાણ થતા જ કામરાજના પરિવારજનો અત્યંત દુઃખી થઈ ગયા હતા. 
બાળકો નાનપણ થી આરોગ્ય ચકાસણી કરવામાં આવે છે
રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ ટીમના ડો.દાનસિંહ ડોડિયા અને ડો.શીતલ સરીખડાએ ખૂબ જ સહાનુભૂતિપૂર્વક આ પરિવારને સમજાવવાના પ્રયત્નો કર્યા. સમયસર સારવારથી અનેક બાળકો સાંભળતા - બોલતા પણ થઈ ગયા હોવાના કિસ્સા- દાખલાઓ સંભળાવી કામરાજના માતા-પિતાને હિંમત આપી કે ઈલાજ અને સારવારથી કામરાજ ખૂબ જ ઝડપથી તેમનો પુત્ર સાંભળતો અને બોલતો થઈ જશે. પરંતુ વર્ષે દહાડે ખેતીમાંથી મળતી 50 હજાર જેટલી આવક મેળવતો પિતા સારવારનો આઠ-નવ લાખ રૂપિયાનો ખર્ચ કઈ રીતે કરી શકશે, તેની ચિંતામાં ગરક થઈ ગયો. આર.બી.એસ.કે. ટીમે તેના ચિંતાતુર પિતાને સમજાવ્યું કે, શાળા આરોગ્ય રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમએ નેશનલ હેલ્થ મિશન અંતર્ગત સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય, કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી અને રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાતી મહત્વાકાંક્ષી યોજના છે. જે અંતર્ગત જન્મથી 18  વર્ષ સુધીની વયમર્યાદાના બાળકોમાં જન્મથી જ રહેલ ખોડખાપણ, રોગો, અપૂર્ણતાઓ અને શારીરિક વિકાસમાં વિલંબ આ ચાર આધારે બાળકોને અલગ તારવીને તેમનો રાજયસરકાર દ્વારા નિઃશુલ્ક ઈલાજ અને સર્જરી કરવામાં આવે છે. જેથી તમે બાળકના ઓપરેશનના ખર્ચની કોઈ પણ જાતની ચિંતા કરશો નહીં. 

છ મહીને એકવાર એમ વર્ષમાં બે વાર વિનામૂલ્યે આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે
કામરાજને રાજકોટ પી.ડી.યુ. હોસ્પિટલ ખાતે રીફર કરવામાં આવ્યો, જ્યાં તા.૧૩.૦૯.૨૦૨૨ ના રોજ ઈ.એન.ટી વિભાગના નિષ્ણાંત તબીબો અને સેવાભાવી સ્ટાફની મદદથી કામરાજના કાનનું (કોકલેયર ઈમ્પ્લાન્ટ) સફળ ઓપરેશન કરવામાં આવ્યું. હાલ સ્માઈલ કેર સ્પીચ અને હિયરિંગ ક્લિનિકમાં કામરાજને બોલતો - સાંભળતો કરવા માટેની સારવાર (સ્પીચ થેરાપી) કરવામાં આવી રહી છે. કામરાજની સારવારથી અત્યંત આનંદિત પરિજનો તથા માતા-પિતાએ ખૂબ જ ભાવવિભોર થઈને આરોગ્ય તંત્ર, શાળા આરોગ્ય-રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ અને તેની સાથે જોડાયેલા તમામ તબીબો અને આર.બી.એસ.કે ટીમના સદાય ઋણી રહેશે તેવો કૃતજ્ઞતાભાવ વ્યક્ત કર્યો હતો.  ઉલ્લેખનીય છે કે, રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમ હેઠળ રાજયસરકાર દ્વારા આંગણવાડી વિસ્તારમાં ૫ વર્ષથી ઓછી ઉંમરના બાળકોનું દર છ મહીને એકવાર એમ વર્ષમાં બે વાર વિનામૂલ્યે આરોગ્ય પરીક્ષણ કરવામાં આવે છે
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×