Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બીયર પીવાથી શું ખરેખર કિડની સ્ટોનથી મળે છે છુટકારો, જાણો તેની સચ્ચાઈ

શું તમને ક્યારે પથરીનો દુખાવો થયો છે? જો હા તો તમે જાણતા જ હશો કે તે કેટલો ખતરનાક હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય છે, ત્યારે તેને ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પરંતુ તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આ સમસ્યાને બીયરથી દૂર કરી શકાય છે. આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી તે વિશે જાણવું ખૂબ જરૂરી છે. કિડની સ્ટોનની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે અનà«
બીયર પીવાથી શું ખરેખર કિડની સ્ટોનથી મળે છે છુટકારો  જાણો તેની સચ્ચાઈ
Advertisement
શું તમને ક્યારે પથરીનો દુખાવો થયો છે? જો હા તો તમે જાણતા જ હશો કે તે કેટલો ખતરનાક હોય છે. જ્યારે કોઈ વ્યક્તિને પથરીની સમસ્યા હોય છે, ત્યારે તેને ખૂબ જ પીડાદાયક પરિસ્થિતિનો સામનો કરવો પડે છે. પરંતુ તમે લોકોને એવું કહેતા સાંભળ્યા હશે કે આ સમસ્યાને બીયરથી દૂર કરી શકાય છે. આ વાત કેટલી સાચી છે અને કેટલી ખોટી તે વિશે જાણવું ખૂબ જરૂરી છે. 
કિડની સ્ટોનની સમસ્યા આજકાલ ખૂબ જ સામાન્ય બની ગઈ છે અને તેનાથી પરેશાન મહિલાઓની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. આ સમસ્યા જીવનને મુશ્કેલ બનાવે છે કારણ કે કિડની સ્ટોનનો દુખાવો એટલો દર્દનાક હોય છે કે દર્દ સમયે કંઈ જ સમજાતું નથી કે શું થઈ રહ્યું છે? ઘણા લોકો કે જેમને આ દુખાવો થયો છે તેઓનું કહેવું છે કે, આ એટલો દર્દનાક હોય છે કે, તે ક્ષણ માટે તમને લાગે કે તમારો જીવ જઇ રહ્યો છે. જ્યારે કોઈ વ્યક્તિને પથરી હોય, ત્યારે ડોકટર્સ ભલામણ કરે છે કે તેના આહારમાં પ્રવાહી ઉમેરવું જોઈએ. આવી સ્થિતિમાં પુષ્કળ પાણી પીવા, છાશ વગેરેનું સેવન કરવાની પણ સલાહ આપવામાં આવે છે. 
જોકે, પથરીની સારવાર તબીબી રીતે કરવામાં આવશે કે કુદરતી રીતે, તેનો નિર્ણય પણ પથરીના કદ પર આધારિત છે. પરંતુ તમને જણાવી દઈએ કે કેટલાક અભ્યાસો દર્શાવે છે કે જો પથરી દરમિયાન થોડી માત્રામાં બીયર પીવામાં આવે તો પથરીથી રાહત મળે છે. પરંતુ આ વાતમાં કેટલું સત્ય છે તે જાણવું જરૂરી છે. તમને જણાવી દઈએ કે અમેરિકન સોસાયટી ઓફ નેફ્રોલોજીના ક્લિનિકલ જર્નલ અનુસાર, બીયર પીવાથી પથરી દૂર થઈ શકે છે. આ સિવાય વાઈન, ઓરેન્જ જ્યુસ, કોફી પણ નાની સાઈઝની પથરીથી રાહત આપી શકે છે. મહત્વનું છે કે, બીયરમાં આલ્કોહોલ પણ હોય છે, તેથી તે સ્વાસ્થ્ય માટે હાનિકારક પણ હોઈ શકે છે. ઉપરાંત, વધુ પડતા આલ્કોહોલનું સેવન કરવાથી હાર્ટ એટેક અને સ્ટ્રોકનું જોખમ વધી શકે છે.
કિડની સ્ટોન આપણી ખરાબ જીવનશૈલી, શરીરમાં પાણીની ઉણપ, કસરતનો અભાવ, વધુ ચા-કોફી, વધુ તળેલા-શેકવા, વધુ પડતી મીઠી, ઓછું પાણી પીવું અને પેશાબ અટકાવવો વગેરેનું પરિણામ છે. આ સિવાય પથરી થવાનું મુખ્ય કારણ શરીરમાં કેલ્શિયમની વધુ માત્રા હોય છે. જ્યારે મીઠું અને અન્ય મિનરલ એકબીજાના સંપર્કમાં આવે છે, ત્યારે સ્ટોન બનવાનું શરૂ થાય છે, જેને કિડની સ્ટોન કહે છે. એટલે કે, કિડનીની પથરી કેલ્શિયમ, ઓક્સાલેટ અને કેલ્શિયમ ફોસ્ફેટથી બનેલી હોય છે. પથરીની સમસ્યા દુખાવો આપવાની સાથે બીજી ઘણી સમસ્યાઓને આમંત્રણ આપે છે. જેને દૂર કરવી ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ જો પથરી નાની હોય તો તેને પેશાબ દ્વારા બહાર કાઢી શકાય છે.
Tags :
Advertisement

.

×