લો બોલો ! 40 હજારની કિંમતના શ્વાનના માલિકો શ્વાનની મફત સારવાર કરાવવા જાય છે !
એમપીમાં મોંઘા વિદેશી કૂતરા અને બિલાડીઓ પાળતા માલિકો બીપીએલ કાર્ડ પર તેમની ફ્રી સારવાર કરાવી રહ્યા છેઆ મામલો ભોપાલનો છે. ભોપાલની વેટરનરી હોસ્પિટલમાં કૂતરા અને બિલાડીઓની ઘણી મોંઘી અને વિદેશી જાતિઓના પશુઓની સારવાર સબસિડીવાળા દરે કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના માલિકો બીપીએલ (ગરીબી રેખા નીચે) કાર્ડ બતાવીને રાહત દરે સારવારનો લાભ લઈ રહ્યા છે. અહીંના ડોકટરોનું કહેàª
Advertisement
એમપીમાં મોંઘા વિદેશી કૂતરા અને બિલાડીઓ પાળતા માલિકો બીપીએલ કાર્ડ પર તેમની ફ્રી સારવાર કરાવી રહ્યા છે
આ મામલો ભોપાલનો છે. ભોપાલની વેટરનરી હોસ્પિટલમાં કૂતરા અને બિલાડીઓની ઘણી મોંઘી અને વિદેશી જાતિઓના પશુઓની સારવાર સબસિડીવાળા દરે કરવામાં આવે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે તેમના માલિકો બીપીએલ (ગરીબી રેખા નીચે) કાર્ડ બતાવીને રાહત દરે સારવારનો લાભ લઈ રહ્યા છે. અહીંના ડોકટરોનું કહેવું છે કે તેઓ આ શ્વાન બિલાડીઓના માલિકોને સબસીડીવાળા દરે સારવાર આપવાનો ઇનકાર કરી શકતા નથી, કારણ કે સરકારી અધિકારીઓ દ્વારા બીપીએલ કાર્ડ તેમને અધિકૃત રીતે અપાયા છે !
BPL કાર્ડ ધારકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી
આ વર્ષે 26 ફેબ્રુઆરીથી 31 માર્ચ દરમિયાન સરકારી પશુ ચિકિત્સા હોસ્પિટલમાં બીપીએલ યોજના હેઠળ કુલ 84 પશુઓની સારવાર કરવામાં આવી હતી. જેમાં કૂતરા, બિલાડી, બકરા, સસલા, બકરી અને ઘેટાંનો ઇલાજ કરાયો હતો. હોસ્પિટલમાં પોસ્ટ કરાયેલા રેટ ચાર્ટ મુજબ, ગરીબી રેખાથી ઉપર આવતા લોકો પાસેથી સારવાર માટે નોંધણી કરાવતી વખતે 20 રૂપિયા લેવામાં આવે છે, જ્યારે BPL કાર્ડ ધારકો પાસેથી કોઈ ફી લેવામાં આવતી નથી. APL કેટેગરીના લોકોની માલિકીના ઘરેલું પ્રાણીઓ માટે એક્સ-રે ફીના રૂ 150 ચાર્જ છે, જ્યારે BPL કાર્ડ ધારકો માટે તે રૂ.30 છે. તે જ સમયે, સીટી સ્કેન માટેની ફી પ્રાણી દીઠ 1,600 રૂપિયા છે, જ્યારે બીપીએલ કેટેગરીના લોકોએ 1,200 રૂપિયા ચૂકવવા પડશે.
BPL કાર્ડ દ્વારા કન્સેશન પણ મેળવે છે
હોસ્પિટલના એક પશુચિકિત્સકે જણાવ્યું હતું કે ઓછામાં ઓછી રૂ. 40,000ની કિંમતના સેન્ટ બર્નાર્ડ્સ જેવા શ્વાનની વિદેશી જાતિના માલિકો તેમના શ્વાનની સારવાર અહીં કરાવવા આવે છે અને BPL કાર્ડ દ્વારા કન્સેશન પણ મેળવે છે. ઓપરેશન વિભાગમાં APL કેટેગરીના લોકો પાસેથી તેમના પ્રાણીના મોટા ફ્રેક્ચર કે ઓપરેશન માટે રૂ.1,000 અને BPL કાર્ડ ધારકો પાસેથી ખર્ચ પેટે રૂ. 500 લેવામાં આવે છે. તે જ સમયે, APL કેટેગરીના વ્યક્તિ પાસેથી તેમના પશુના બ્લડ સુગર ટેસ્ટ માટે 50 રૂપિયા અને BPL કેટેગરી માટે 30 રૂપિયા જ ચાર્જ વસુલવામાં આવે છે.
સબસિડીવાળા દરે સારવાર આપવાનો ઇનકાર કરી શકતા નથી
હોસ્પિટલના જોઈન્ટ ડાયરેક્ટર ડો. એચ.એલ. સાહુના જણાવ્યા અનુસાર, પશુ ચિકિત્સાલયમાં દરરોજ 500 જેટલા પશુઓને સારવાર માટે લાવવામાં આવે છે. તેમાંથી ઓછામાં ઓછા 10 બીપીએલ કાર્ડ ધારકો સાથે આવે છે. અમે લાચાર છીએ. અમે આવા ડોગ લવર અને પાલતુ બિલાડીઓ સાથે આવતા લોકોને સબસિડીવાળા દરે સારવાર આપવાનો ઇનકાર કરી શકતા નથી, કારણ કે આ લોકો પાસે સરકાર દ્વારા આપાયેલા અધિકૃત BPL કાર્ડ છે. ટૂંક સમયમાં પ્રાણી કલ્યાણ સમિતિની બેઠકમાં એક પ્રસ્તાવ પર ચર્ચા થવા જઈ રહી છે, જેમાં બીપીએલ કાર્ડ ધારકોને મોંઘા કૂતરા અને બિલાડીઓ માટે છૂટ આપવામાં આવે છે તેનાથી તેઓ બિનજરૂરી રીતે સરકારી તિજોરી પર બોજ નાખે છે.


