Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું DRDO એ કર્યું સફળ પરીક્ષણ, ભારતે બતાવી દુનિયાને તાકાત

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ બુધવારે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું હતું. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય સંરક્ષણ અધિકારીઓ મિસાઈલ પરીક્ષણના સાક્ષી બનવા માટે હાજર હતા. સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે મિસાઈલે તેના લક્ષ્યને સચોટ રીતે નિશાન બનાવ્યું હતું.
બ્રહ્મોસ સુપરસોનિક
ક્રુઝ મિસાઈલનું drdo એ કર્યું સફળ પરીક્ષણ  ભારતે બતાવી દુનિયાને તાકાત
Advertisement

ડિફેન્સ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ઓર્ગેનાઈઝેશન (DRDO) એ બુધવારે આંદામાન
અને નિકોબાર ટાપુઓમાં બ્રહ્મોસ સુપરસોનિક ક્રુઝ મિસાઈલનું સફળતાપૂર્વક પરીક્ષણ
કર્યું હતું. એર ચીફ માર્શલ વીઆર ચૌધરી અને અન્ય સંરક્ષણ અધિકારીઓ મિસાઈલ
પરીક્ષણના સાક્ષી બનવા માટે હાજર હતા. સંરક્ષણ અધિકારીએ માહિતી આપી હતી કે મિસાઈલે
તેના લક્ષ્યને સચોટ રીતે
નિશાન બનાવ્યું હતું.

India today successfully testfired surface to surface BrahMos supersonic cruise missile in Andaman & Nicobar. Extended range missile hit its target with pinpoint accuracy: Defence officials pic.twitter.com/Yz54DAyTxq

— ANI (@ANI) March 23, 2022" title="" target="">javascript:nicTemp();

બીજી તરફ ભારતીય વાયુસેના માટે બ્રહ્મોસ ક્રુઝ મિસાઈલનું
અપગ્રેડેડ એર લોન્ચ વર્ઝન તૈયાર કરવામાં આવી રહ્યું છે. તેની રેન્જ
800 કિમી હશે. એટલે કે આપણા ફાઈટર પ્લેન હવામાં હોય ત્યારે આટલા
દૂરથી દુશ્મનને નષ્ટ કરી શકે છે. 
ભારત હવે વ્યૂહાત્મક મિસાઇલોની શ્રેણીમાં સતત વધારો કરી રહ્યું
છે. માત્ર એક સોફ્ટવેર અપગ્રેડ કરવાથી મિસાઈલની રેન્જ
500 કિમી વધી જાય છે. ભારતીય વાયુસેનાના 40 સુખોઈ-30 MKI ફાઈટર જેટ પર
બ્રહ્મોસ ક્રૂઝ મિસાઈલ તૈનાત કરવામાં આવી છે. આ મિસાઇલો અત્યંત સચોટ અને શક્તિશાળી
છે અને દુશ્મનના છાવણીઓને સંપૂર્ણ રીતે નષ્ટ કરી શકે છે.

Advertisement
Tags :
Advertisement

.

×