Ahmedabad માં ડ્રગ્સની હેરાફેરીનો પર્દાફાશ, પેડલર પાસેથી 5 લાખ 81 હજારનું ડ્રગ્સ જપ્ત!
અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેર SOG દ્વારા ડ્રગ્સ પેડલરને પકડવા જતાં તેણે પોલીસકર્મીઓ પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સતર્કતા દાખવીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ SOGની ટીમને બાતમી...
Advertisement
અમદાવાદ શહેરમાં પોલીસ પર હુમલાનો એક ગંભીર બનાવ સામે આવ્યો છે. શહેર SOG દ્વારા ડ્રગ્સ પેડલરને પકડવા જતાં તેણે પોલીસકર્મીઓ પર કાર ચડાવીને હત્યાનો પ્રયાસ કર્યો હતો. જોકે પોલીસે સતર્કતા દાખવીને આરોપીની ધરપકડ કરી લીધી હતી. અમદાવાદ SOGની ટીમને બાતમી મળી હતી કે એક ડ્રગ્સ પેડલર શહેરના નહેરુનગર સર્કલ પાસે ડ્રગ્સની હેરાફેરી કરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી. પોલીસકર્મીઓએ જ્યારે આરોપીને રોકવાનો પ્રયાસ કર્યો હતો. ત્યારે તેણે પોલીસ પર કાર ચડાવી દીધી હતી. જોકે પોલીસકર્મીઓ સમયસર હટી જતાં મોટી દુર્ઘટના ટળી હતી.
Advertisement


