Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હી પોલીસ દ્વારા 1200 કરોડનું ડ્રગ્સ જપ્ત, 2 અફઘાન નાગરિકની ધરપકડ

દેશની રાજધાની દિલ્હીમાં નાર્કો-ટેરર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.  ચોંકાવનારી વાત એ છે કે  આ ડ્રગ્સ વેચીને આવતા પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં થવાનો હતો. ડ્રગ્સ જપ્ત કરવાની સાથે પોલીસે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સૌપ્રથમ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ઉત્તર
દિલ્હી પોલીસ દ્વારા 1200 કરોડનું ડ્રગ્સ જપ્ત  2 અફઘાન નાગરિકની ધરપકડ
Advertisement
દેશની રાજધાની દિલ્હીમાં નાર્કો-ટેરર પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે 1200 કરોડ રૂપિયાનું ડ્રગ્સ જપ્ત કર્યું છે.  ચોંકાવનારી વાત એ છે કે  આ ડ્રગ્સ વેચીને આવતા પૈસાનો ઉપયોગ ભારત વિરુદ્ધ આતંકવાદી ગતિવિધિઓમાં થવાનો હતો. ડ્રગ્સ જપ્ત કરવાની સાથે પોલીસે બે અફઘાન નાગરિકોની પણ ધરપકડ કરી છે. ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ સૌપ્રથમ તમિલનાડુની રાજધાની ચેન્નઈથી ઉત્તર પ્રદેશના લખનૌ અને ત્યાંથી દિલ્હી લાવવામાં આવ્યું હતું.
આ ડ્રગ્સ દિલ્હીથી હરિયાણા, પંજાબ, હિમાચલ અને રાજસ્થાનમાં સપ્લાય થવાનું હતું. જપ્ત કરાયેલા ડ્રગ્સમાં 312.5 કિલો મેથામ્ફેટામાઇન અને 10 કિલો સારી ગુણવત્તાના હેરોઇનનો સમાવેશ થાય છે.
 બે દિવસ પહેલા દિલ્હી પોલીસે રોહિણી વિસ્તારમાં એક કારમાંથી 1.3 કિલોગ્રામ ઉચ્ચ ગુણવત્તાનું હેરોઈન ઝડપ્યું હતું, જેની આંતરરાષ્ટ્રીય બજારમાં કિંમત લગભગ 2 કરોડ રૂપિયા હોવાનું કહેવાય છે. જે કારમાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું તેમાં મનીષ અને ટિંકુ હાજર હતા.પોલીસે બંનેની ધરપકડ કરી હતી.
દિલ્હી પોલીસ સ્પેશિયલ સેલના એચજીએસ ધાલીવાલે જણાવ્યું કે આ વર્ષે 350 કિલો ડ્રગ્સ પકડાઈ ચૂક્યું છે. તેમણે કહ્યું, નાર્કો ટેરર સામે અમે પહેલાથી જ નજર રાખી રહ્યા હતા.

Advertisement
Tags :
Advertisement

.

×