Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ભરુચમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો, પોલીસનું ભેદી મૌન

ભરૂચ શહેરમાં સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા પાંચબત્તી નજીક જ માટી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે. આડેધડ દોડી રહેલા ભારદારી વાહનોના કારણે લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે. ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા રિલીફ ટોકીઝ કમ્પાઉન્ડમાં માટી ખનન કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં ભારે વાહનો ઉપર સવાર ના ૮ થી રાત્
ભરુચમાં માતેલા સાંઢની જેમ દોડતા ડમ્પરો  પોલીસનું ભેદી મૌન
Advertisement
ભરૂચ શહેરમાં સતત રાહદારીઓ અને વાહનોથી ધમધમતા વિસ્તાર એવા પાંચબત્તી નજીક જ માટી ભરેલા ડમ્પરો દોડી રહ્યા છે. આડેધડ દોડી રહેલા ભારદારી વાહનોના કારણે લોકોમાં અકસ્માતનો ભય જોવા મળી રહ્યો છે, ત્યારે પોલીસનું ભેદી મૌન જોવા મળી રહ્યું છે. 
ભરૂચ શહેરના પાંચબત્તી વિસ્તારમાં આવેલા રિલીફ ટોકીઝ કમ્પાઉન્ડમાં માટી ખનન કરવામાં આવી રહ્યું છે. શહેરી વિસ્તારોમાં ભારે વાહનો ઉપર સવાર ના ૮ થી રાત્રીના ૮ કલાક સુધી પ્રતિબંધ હોવા અંગેનું જાહેરનામું અમલમાં હોવા છતાં રેતી,માટી ભરેલા ડમ્પરો દિવસ દરમિયાન પોલીસ ચોકી સામેથી જ દોડી રહ્યા છે.
જોકે ભરૂચ ટ્રાફિક પોલીસની તાકાત નથી કે ડમ્પરોને રોકી શકે.ટ્રાફિક પોલીસ ભારે વાહનો ચાલકો સામે કાર્યવાહી કરતા અચકાઈ રહી છે.માતેલા સાંઢની માફક માટી ભરેલા દોડતા ડમ્પરોમાંથી ધૂળની ડમરી ઉડવાના કારણે શહેરી વિસ્તારોમાં ટુ વહીલર વાહન ચાલકોને પણ તકલીફ પડી રહી છે અને અકસ્માતનો ભોગ બની રહ્યા છે.  
 જીલ્લા વહીવટી તંત્રનું જાહેરનામું અમલમાં હોવા છતાં તેનું પાલન થઇ રહ્યું નથી. જાહેર માર્ગો ઉપર માતેલા સાંઢની માફક દોડતા ડમ્પર ચાલકો સામે સ્થાનિક પોલીસ કાર્યવાહી કરે તેવી માંગ ઉઠી રહી છે.
બીજી તરફ ભરૂચના સતત ભરચક વિસ્તાર એવા પાંચબત્તી નજીક માતેલા સાંઢની માફક દોડતા ડમ્પરોને કારણે છેલ્લા ત્રણ દિવસથી ટ્રાફિકજામની સમસ્યા પણ ઉદ્દભવી છે.ભરૂચ જિલ્લા પોલીસવડા ડમ્પરો ઉપર અંકુશ મુકાવે તે જરૂરી છે.
Tags :
Advertisement

.

×