Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રેન્જ આઈજી, એસપી અને 500 પોલીસ જવાન તાત્કાલિક સ્થળે પહોંચ્યા, ખડેપગે સેવા આપી

મોરબી દુર્ઘટનાની (Morbi Tragedy) જાણ થતાં પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ચુક્યું હતું. અનેક એવા પોલીસ જવાન હતા જેઓ હજુ ડ્યૂટી પૂર્ણ કરી ઘરે પહોંચ્યા હશે ત્યાં જ તાત્કાલિક તેમને ફરી ડ્યૂટી પર આવી જવાના આદેશ થયાં. મોરબી દુર્ઘટનામાં રેન્જ આઈજી, એસપી અને 500 પોલીસ જવાન આખી રાત ખડે પગે રહી સેવા આપી હતી. મોરબી ઘટનામાં પોલીસે પણ રિયલ હીરો તરીકેની કામગીરી કરી છે.ઘટના વખતે રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવે વà
રેન્જ આઈજી  એસપી અને 500 પોલીસ જવાન તાત્કાલિક સ્થળે પહોંચ્યા  ખડેપગે સેવા આપી
Advertisement
મોરબી દુર્ઘટનાની (Morbi Tragedy) જાણ થતાં પોલીસ તંત્ર પણ એલર્ટ થઈ ચુક્યું હતું. અનેક એવા પોલીસ જવાન હતા જેઓ હજુ ડ્યૂટી પૂર્ણ કરી ઘરે પહોંચ્યા હશે ત્યાં જ તાત્કાલિક તેમને ફરી ડ્યૂટી પર આવી જવાના આદેશ થયાં. મોરબી દુર્ઘટનામાં રેન્જ આઈજી, એસપી અને 500 પોલીસ જવાન આખી રાત ખડે પગે રહી સેવા આપી હતી. મોરબી ઘટનામાં પોલીસે પણ રિયલ હીરો તરીકેની કામગીરી કરી છે.
ઘટના વખતે રાજકોટ રેન્જ વડા અશોક કુમાર યાદવે વિગતો આપતા જણાવ્યું કે, 3 જિલ્લાઓના SP તમામ DySP તૈનાત કરાયા છે બહારથી SRPની કંપની બોલાવવામાં આવેલી છે. એ સિવાય હોસ્પિટલ પાસેની તમામ પ્રકારની ટ્રાફિક વ્યવસ્થા બીજી કોઈ તકલીફ ના પડે અને એમ્બ્યુલન્સની ફાસ્ટ મુવમેન્ટ થઈ શકે તેવી વ્યવસ્થા કરી છે. ઘટનાને ગંભીરતાથી લઈ તેના માટે સ્પેશિયલ ઈન્વેસ્ટીગેશન ટીમની રચના કરવામાં આવી છે. કોઈ પણ વ્યક્તિને છોડવામાં ના આવી તેવી તૈયારી સાથે અમારી ટીમ કામગીરી કરે છે.
Tags :
Advertisement

.

×