Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગર્ભાશયના કેન્સરના પ્રારંભિક લક્ષણ જેના વિશે મહિલાઓએ જાણવું છે ખૂબ જરૂરી...

મહિલાઓને  સામાન્ય રીતે અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે.  તેઓની ખોટી જીવનશૈલી અને ખાનપાન તેમના શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. તેમાંની એક સમસ્યા છે વજન વધવું. વજન વધવાને કારણે તેમના શરીરમાં બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. સંશોધન મુજબ, જે મહિલાઓનું વજન વધારે હોય છે તેમને ગર્ભાશયમાં કેન્સર થવાનું જોખમ વધારે હોય છે. જે  મહિલાની  ઉંમર ૫૦ વર્ષથી વધારે છે તેમને ગર્ભાશયનું કેન્સર થવાની àª
ગર્ભાશયના કેન્સરના પ્રારંભિક લક્ષણ જેના વિશે મહિલાઓએ જાણવું છે  ખૂબ જરૂરી
Advertisement
મહિલાઓને  સામાન્ય રીતે અનેક બીમારીઓનો સામનો કરવો પડે છે.  તેઓની ખોટી જીવનશૈલી અને ખાનપાન તેમના શરીરમાં અનેક રોગોને જન્મ આપે છે. તેમાંની એક સમસ્યા છે વજન વધવું. વજન વધવાને કારણે તેમના શરીરમાં બીમારીઓનો ખતરો પણ વધી જાય છે. સંશોધન મુજબ, જે મહિલાઓનું વજન વધારે હોય છે તેમને ગર્ભાશયમાં કેન્સર થવાનું જોખમ વધારે હોય છે.
 જે  મહિલાની  ઉંમર ૫૦ વર્ષથી વધારે છે તેમને ગર્ભાશયનું કેન્સર થવાની સંભાવના વધારે હોય છે. તે ઓવરીના કેટલાક ભાગો અને તેની આસપાસના ભાગોને પ્રભાવિત કરી શકે છે. ગર્ભાશય કેન્સર આંતરડાઓ, મૂત્રાશય, લિમ્ફનોડ્સ, પેટ, લિવર અને ફેફસાને પ્રભાવિત કરે છે. મહિલાઓમાં બીજા કેન્સરની તુલનામાં ઓવરીયન કેન્સરથી મૃત્યુની સંભાવના વધારે હોય છે. ગર્ભાશયનું કેન્સર થવાના કોઈ વિશેષ કારણ હોતા નથી.
વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર જે મહિલાઓનો BMI 5 પોઈન્ટથી વધુ હોય છે તેમના શરીરમાં ગર્ભાશયના કેન્સરનું જોખમ 88% હોય છે. શરીરના વજનમાં વધારો થવાને કારણે શરીરમાં જોવા મળતા બે મુખ્ય હોર્મોન્સ ઇન્સ્યુલિન અને ટેસ્ટોસ્ટેરોનના સ્તર પર અસર થાય છે, જેના કારણે શરીરમાં બીમારીઓ વધી શકે છે. 
આ લક્ષણને ડાયસપરયૂનિયા કહેવામાં આવે છે. ઓવરીમાં ટ્યૂમર હોવાના કારણે સંભોગ કરતા સમયે ખૂબ જ દુખાવો થાય છે.જો પેશાબ સંબંધી આદતોમાં અચાનક બદલાવ આવવા લાગે તો આ ઓવરીયન કેન્સરનું લક્ષણ હોઈ શકે છે. તેના ઉપરાંત તમે બીજા પરિવર્તન પણ જોઈ શકો છો જેમ કે મોટાભાગે પેશાબ આવવો, પેશાબમાં લોહી આવવું કે મૂત્રાશય પર નિયંત્રણ ના રહેવું.
બ્લડ સ્પોટિંગ કે મેનોપોઝ પછી બ્લીડિંગ થવું ઓવરીયન કેન્સરનું ખતરનાક લક્ષણ છે. એવું ત્યારે થાય છે જ્યારે કેન્સર આસપાસની કોશિકાઓ સુધી ફેલાઇ જાય છે.ઓવરીયન કેન્સરના કારણે પેટમાં તરલ પદાર્થ બને છે જે પેટની લાઈનિંગની હેરાન કરે છે. તેનાથી આ ક્ષેત્રમાં દબાણ વધે છે જેના કારણે શ્વાસ લેવામાં તકલીફ થાય છે. આ પણ ઓવરીયન કેન્સરનું એક લક્ષણ છે
Tags :
Advertisement

.

×