Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગુજરાતના રાજકારણમાં ભૂકંપના એંધાણ, રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે ગુજરાત રાજકારણમાં મોટા ભૂંકપની આશંકા સેવાઈ રહી છે. જી હા રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા નાંખી દીધા છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ  પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં ચૂંટણીલક્ષી કામ શરૂ કરી દીધું
ગુજરાતના
રાજકારણમાં ભૂકંપના એંધાણ  રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા
Advertisement

ગુજરાતમાં યોજાનારી વિધાનસભાની ચૂંટણીને
લઈને તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે આજે ગુજરાતના રાજકારણને લઈને મોટા સમાચાર
પ્રકાશમાં આવ્યા છે. જેના પગલે ગુજરાત રાજકારણમાં મોટા ભૂંકપની આશંકા સેવાઈ રહી
છે. જી હા
રણનીતિકાર પ્રશાંત કિશોરની ટીમના ગુજરાતમાં ધામા નાંખી દીધા છે. ગુજરાત
વિધાનસભાની ચૂંટણીના બ્યુગલ વાગે તે પહેલા જ  પ્રશાંત કિશોરની ટીમે ગુજરાતમાં
ચૂંટણીલક્ષી કામ શરૂ કરી દીધું છે. આમ એપ્રિલના પ્રથમ સ્પતાહથી જ પ્રશાંત કિશોરની
ટીમ ગુજરાત પહોંચી જતા મોટી હલચલ જોવા મળી રહી છે.

 

Advertisement

મળતી
માહિતી મુજબ ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પ્રશાંત કિશોર પોતાની રણનીતિ દ્વારા જીત
મેળવવા મેદાને ઉતર્યા છે. પ્રશાંત કિશોરે આ વખતે મોટા પ્રમાણમાં
સભ્યો મેદાને ઉતાર્યા છે. તેમજ તમામ ટીમોને વાહન અને રહેવા માટેની
તમામ સુવિદ્યાઓ અપાઈ રહી છે. રાજકીય સુત્રોના જણાવ્યા અુસાર  પ્રશાંત કિશોરની
ટીમે ગાંધીનગર સ્થિત કમલમની નજીકના અંતરે જ ટીમો માટે કમલમથી
5 કિમીના અંતરે ભાડા
પર ફ્લેટ રાખવામાં આવ્યા છે. આ સાથે પ્રશાંત કિશોરની ટીમને વાહન સહિતની તમામ
સુવિદ્યાઓ અપાઈ રહી છે.
 

Advertisement


આ સાથે જ કોંગ્રેસના એક કાર્યકર્તા દ્વારા દાવો કરવામાં
આવ્યો છે કે પ્રશાંત કિશોરની ટીમ 4 એપ્રિલે ગુજરાત આવી છે. સાથે એમ પણ જણાવ્યું
હતું કે પ્રશાંત કિશોરની કોંગ્રેસમાં સત્તાવાર જોડાવાની જાહેરાત આગામી 3-4
અઠવાડિયામાં કરવામાં આવશે. 

Tags :
Advertisement

.

×