Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

રોજ ખાવ ડાર્ક ચોકલેટનો 1 ટૂકડો.. કોલેસ્ટ્રોલ, BP, ટેન્શન સહિતની મોટી બીમારીઓ શરીરમાંથી લઈ લેશે Exit

ચોકલેટનો ઇતિહાસચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જુનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે ચોકલેટ બનાવવામાં આવતું કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યું હતું.આજે અહીં ચોકલેટ ખાવાના કેટલાક હેલ્થ બેનેફીટ વિશે વાત કરી રહ્યા છીએ. આમ તો સામાન્ય રીતે જેમ લગભગ દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય જ છે, પરંતુ ચોકલેટને પર
રોજ ખાવ ડાર્ક ચોકલેટનો 1 ટૂકડો   કોલેસ્ટ્રોલ  bp  ટેન્શન સહિતની મોટી બીમારીઓ શરીરમાંથી લઈ લેશે exit
Advertisement

ચોકલેટનો ઇતિહાસ

ચોકલેટનો ઇતિહાસ લગભગ 4000 વર્ષ જુનો છે. ઇતિહાસકારો અનુસાર ચોકલેટની શરૂઆત મેક્સિકો અને મધ્ય અમેરિકાના લોકોએ કરી હતી. માનવામાં આવે છે કે ચોકલેટ બનાવવામાં આવતું કોકો વૃક્ષ અમેરિકાના જંગલોમાં સૌથી પહેલા મળી આવ્યું હતું.

Chocolate: Health benefits, facts, and research

Advertisement

આજે અહીં ચોકલેટ ખાવાના કેટલાક હેલ્થ બેનેફીટ વિશે વાત કરી રહ્યા છીએ. આમ તો સામાન્ય રીતે જેમ લગભગ દરેકને ચોકલેટ ખાવાનું પસંદ હોય જ છે, પરંતુ ચોકલેટને પર્યાપ્ત માત્રામાં ખાવી જોઈએ. જો તેને યોગ્ય માપમાં ખાવામાં આવે તો તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણા ફાયદા પણ આપે છે. પરંતુ આજે તમને ડાર્ક ચોકલેટ ખાવાના કેટલાક આશ્ચર્યજનક ફાયદા વિશે જણાવીએ.

Advertisement

Dark Chocolate - Benefits, Nutritional Value, Side Effects | HealthifyMe

  • ખાસ કરીને ડાર્ક ચોકલેટ નિયમિતપણે ખાવાથી હૃદય રોગ થવાની સંભાવના ઓછી થઈ શકે છે. તેમજ હાર્ટ એટેકથી પણ બચાવી શકે છે. તંદુરસ્ત આહાર સાથે ડાર્ક ચોકલેટ તમને હાર્ટ એટેકથી બચાવી શકે છે.
Interesting facts about dark chocolate | Just Fun Facts
  • બળતરા શરીરમાં ગમે ત્યાં થઈ શકે છે. બળતરાના કારણે સ્નાયુઓમાં દુખાવો, માથાનો દુખાવો અથવા ગંભીર રોગો થઇ શકે છે. ચોકલેટમાં ફ્લેવોનોઇડ્સ અને કોકો હોય છે જે એન્ટીઓકિસડન્ટ તરીકે કામ કરે છે અને બળતરા ઘટાડવામાં મદદ કરે છે.
5 Easy And Healthy Dark Chocolate Recipes You Must Try - NDTV Food
  • ચોકલેટનું નિયમિત સેવન ધ્યાન અને યાદશક્તિમાં સુધારો કરી શકે છે.
  • ડાર્ક ચોકલેટમાં ખાસ કરીને ખુસ કરનારા રસાયણો હોય છે જે તમારું શરીર પણ કુદરતી રીતે બનાવે છે. ચોકલેટ્સમાં ચોક્કસ માત્રામાં સેરોટોનિન, એક ન્યુરોટ્રાન્સમીટર અને ટ્રિપ્ટોફન હોય છે, જે તમને ખુશ કરે છે અને ચોકલેટ ખાધા પછી તમારું દિલ ખુશ રહે છે. તેમજ ઉદાસી અને ચિંતાની લાગણીઓ દૂર કરવા ચોકલેટનું સેવન ફાયદાકારક હોય છે.
Dark Chocolate Benefits | Sugar Before Workout
  • જો તમારું બીપી ઓછું છે અથવા તમે ઉદાસી અને સુસ્તી અનુભવો છો, તો ચોકલેટ ઝડપથી તમારી ઉર્જાનું સ્તર વધારી શકે છે. ચોકલેટમાં ચોક્કસ માત્રામાં કેફીન અને થિયોબ્રોમાઇન હોય છે જે તમારી ઉર્જા વધારવામાં મદદ કરે છે.
    World Chocolate Day Special | Can you have dark chocolate if you're  diabetic?

આમ પણ કોઈ પણ વસ્તુનો અતિરેક હંમેશા આપત્તિ તરફ દોરી જાય છે અને તેની કેટલીક આડઅસરો પણ હોય છે. એ જ રીતે, ચોકલેટનું વધુ પડતું સેવન કેવીટી અથવા ડાયાબિટીસ તરફ પણ દોરી શકે છે.

Tags :
Advertisement

.

×