શિક્ષણ-આરોગ્ય બન્યું ટ્રિલિયન ડોલરનો વ્યવસાય : RSS Chief Mohan Bhagwat
RSS Chief Mohan Bhagwat એ 10 ઓગસ્ટ, 2025ના રોજ ઈન્દોરમાં એક કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની હાલની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે પહેલાં આ ક્ષેત્રો સેવાનો માધ્યમ ગણાતા હતા, પરંતુ હવે તે ટ્રિલિયન ડોલરનું વ્યાપારી સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે, જેના કારણે સામાન્ય લોકો માટે આ સુવિધાઓ પહોંચની બહાર થઈ રહી છે.
Advertisement
- RSS પ્રમુખનો મોટું નિવેદન: શિક્ષણ-આરોગ્ય બન્યું ટ્રિલિયન ડોલરનો વ્યવસાય
- મોહન ભાગવતની ચિંતા: મોંઘા શિક્ષણ-સારવારથી સામાન્ય લોકો પરેશાન
- શિક્ષણ-આરોગ્યનું વ્યાપારીકરણ: RSS પ્રમુખનો સરકાર પર પરોક્ષ પ્રહાર
- RSSનો સવાલ: શિક્ષણ-સારવાર સામાન્ય લોકોની પહોંચમાં કેમ નથી?
RSS Chief Mohan Bhagwat એ 10 ઓગસ્ટ, 2025ના રોજ ઈન્દોરમાં એક કેન્સર હોસ્પિટલના ઉદ્ઘાટન પ્રસંગે શિક્ષણ અને આરોગ્ય ક્ષેત્રની હાલની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી. તેમણે જણાવ્યું કે પહેલાં આ ક્ષેત્રો સેવાનો માધ્યમ ગણાતા હતા, પરંતુ હવે તે ટ્રિલિયન ડોલરનું વ્યાપારી સ્વરૂપ ધારણ કરી ચૂક્યા છે, જેના કારણે સામાન્ય લોકો માટે આ સુવિધાઓ પહોંચની બહાર થઈ રહી છે. ભાગવતના જણાવ્યા મુજબ, લોકો સારું શિક્ષણ મેળવવા માટે ઘર વેચવા સુધી તૈયાર થઈ જાય છે અને સારી સારવાર માટે જીવનભરની જમા-પૂંજી ખર્ચી નાખે છે. તેમણે પ્રશ્ન ઉઠાવ્યો કે સમાજને સૌથી વધુ જરૂરી એવી શિક્ષણ અને આરોગ્ય સેવાઓ આજે ન તો સસ્તી છે અને ન તો સરળતાથી ઉપલબ્ધ છે, જે ગંભીર ચિંતાનો વિષય છે.
Advertisement


