આશિષ ભાટીયા બાદ હવે ગુજરાતના મુખ્ય સચિવ પંકજ કુમારને પણ આઠ માસનું એક્સ્ટેન્શન
રાજ્યના અધિકારી બેડા સાથે જોડાયેલા અન્ય એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાને એક્સટેન્શન અપાયા બાદ હવે વધુ અકે ટોચના અધિકારીને એક્સટેન્શન મળ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા મુખ્ય સચિવ પંકજ કુમારના એક્સટેન્શનને લીલી ઝંડી આપવામાં આવી છે. આજે સવારે જ સમાચાર આવ્યા હતા કે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટà«
Advertisement
રાજ્યના અધિકારી બેડા સાથે જોડાયેલા અન્ય એક મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતના ડીજીપી આશિષ ભાટીયાને એક્સટેન્શન અપાયા બાદ હવે વધુ અકે ટોચના અધિકારીને એક્સટેન્શન મળ્યું છે. રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારને પણ એક્સટેન્શન આપવામાં આવ્યું છે. કેન્દ્ર દ્વારા મુખ્ય સચિવ પંકજ કુમારના એક્સટેન્શનને લીલી ઝંડી આપવામાં આવી છે.
આજે સવારે જ સમાચાર આવ્યા હતા કે રાજ્યના પોલીસ વડા આશિષ ભાટીયાને આઠ મહિનાનું એક્સટેન્સન આપવામાં આવ્યું છે. ત્યારે હવે બીજા સમાચાર એવા આવ્યા છે કે રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમારને પણ આઠ માસનું એક્સેટન્શન આપવામાં આવ્યું છે. એટલે કે હવે પંકજ કુમાર પણ ગુજરાતમાં નવી સરકારના ગઠન સુધી સેવામાં કાર્યરત રહેશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે થઇને તેમનો કાર્યકાળય લંબાવાયો હોવાની વાત સામે આવી રહી છે. ત્યારે ફરી એક વખત ‘ગુજરાત ફર્સ્ટ’ના અહેવાલ પર મહોર લાગી છે. ‘ગુજરાત ફર્સ્ટ’ દ્વારા પહેલા જ આ વિશે એહવાલ પ્રસિદ્ધ કરવામાં આવ્યો હતો.
મળતી માહિતી પ્રમાણે કેન્દ્રીય કેબિનેટની અપોઇમેન્ટ કમિટી દ્વારા પંકજ કુમારના આઠ માસના એક્સેટન્શનને મંજૂરી આપવામાં આવી છે. પંકજ કુમાર વે 31 જાન્યુઆરી 2023 સુધી કાર્યરત રહેશે. આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીની વ્યવસ્થામાં પંકજ કુમાર મદદરુપ થશે. આ અંગે આજે જ રાજ્ય સરકાર દ્વારા ઓર્ડર બહાર પાડવામાં આવશે.
રવિવારે રજાના દિવસે ગુજરાત સરકારે વહીવટી માળખાને લગતા બે મોટા સમાચાર આપ્યા છે. પહેલા સમાચાર ડીજીપી આશિષ ભાટીયાના એક્સટેન્શનને લઇને આવ્યા. જ્યારે બીજા સમાચાર મુખ્ય સચિવ પંકજ કુમારના એક્સટેન્શનના આવ્યા છે. ગઇકાલે જ નરેન્દ્ર મોદી અને અમિત શાહ ગુજરાતમાં હતા. ત્યારે એવી વાત સામે આવી છે કે ગુજરાત સરકાર દ્વાર આ અંગે બંને નેતાઓનું માર્ગદર્શન લીધું હતું. ત્યારબાદ આ નિર્ણય સામે આવ્યા છે.


