Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

એકનાથ શિંદેએ રેશનકાર્ડ ધારકોને આપી દિવાળી ભેટ

મહારાષ્ટ્રના એકનાથ શિંદે સરકારે (Eknath Shinde) રાશન કાર્ડ ધારકોને (Ration Card Holder) को દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી છે. શિંદે સરકારે (Shindegovernment)દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના 1.5 કરોડ રેશનકાર્ડ ધારકો માટે દિવાળી પેકેજ યોજના માટે 513 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ નિર્ણયથી રેશનકાર્ડ ધારકોને ઘણો ફાયદો થશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ  રજૂ  કરવામાં આવ્યો છે.આ દરમિયાન àª
એકનાથ શિંદેએ રેશનકાર્ડ ધારકોને આપી દિવાળી ભેટ
Advertisement
મહારાષ્ટ્રના એકનાથ શિંદે સરકારે (Eknath Shinde) રાશન કાર્ડ ધારકોને (Ration Card Holder) को દિવાળીની ભેટ આપવાની જાહેરાત કરી છે. શિંદે સરકારે (Shindegovernment)દિવાળીના તહેવારને ધ્યાનમાં રાખીને રાજ્યના 1.5 કરોડ રેશનકાર્ડ ધારકો માટે દિવાળી પેકેજ યોજના માટે 513 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે. આ નિર્ણયથી રેશનકાર્ડ ધારકોને ઘણો ફાયદો થશે. મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ સંબંધમાં એક પ્રસ્તાવ પણ  રજૂ  કરવામાં આવ્યો છે.
આ દરમિયાન શિંદે સરકારે ત્રણ દિવસ પહેલા જાહેરાત કરી હતી કે દિવાળી દરમિયાન રાજ્યના રેશનકાર્ડ ધારકોને રવા, તેલ, ખાંડ અને ચણાની દાળ સસ્તા દરે ઉપલબ્ધ કરાવવામાં આવશે. આ ચાર વસ્તુઓનું એક પેકેટ રાશનની દુકાનમાં માત્ર 100 રૂપિયામાં મળશે. દિવાળી પહેલા મુખ્યમંત્રી એકનાથ શિંદેએ (Eknath Shinde)રેશનકાર્ડ ધારકોને આ ભેટ આપી છે.


મહારાષ્ટ્ર સરકાર 700 હેલ્થ ક્લિનિક્સ ખોલશે
બીજી બાજુ મંગળવારે સીએમ એકનાથ શિંદેએ રાજ્યના લોકો માટે 700 હેલ્થ ક્લિનિક્સ ખોલવાની જાહેરાત કરી હતી. મહારાષ્ટ્ર સરકારના આ 700 હેલ્થ ક્લિનિક્સ શિવસેનાના સંસ્થાપક બાળ ઠાકરેના નામ પર ખોલવામાં આવશે, જેનું નામ આપલા દાવખાના હશે.
સીએમ શિંદેએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારની પ્રાથમિકતા આરોગ્ય ક્ષેત્રના માળખાને મજબૂત કરવાની છે. આ સાથે, શિંદે સરકારે રાજ્યના દરેક જિલ્લામાં મેડિકલ કોલેજ ખોલવાનો નિર્ણય કર્યો જેથી કરીને ગ્રામીણ વિસ્તારના લોકોને સારી સારવાર મળી શકે.
Advertisement
Tags :
Advertisement

.

×