સુરતમાં ગણેશ વિસર્જન દરમિયાન ભાવુક દ્રશ્યો જોવા મળ્યા
Surat Ganesh Visarjan : સુરત શહેરમાં આજે ગણપતિ બાપ્પાની વિદાય સમયે ભાવુક માહોલ જોવા મળ્યો. 10 દિવસ સુધી ચાલી આવેલા ભક્તિમય ઉત્સવના અંતે શહેરના 21 કૃત્રિમ તળાવો અને 3 કુદરતી ઓવારાઓ પર વિસર્જન કરવામાં આવ્યું, જેમાં પાલ સ્થિત તળાવ ખાતે પાંચ ફૂટ સુધીની પ્રતિમાઓનું સુવિધાજનક વિસર્જન થયું.
Advertisement

બાપ્પાને વિદાય આપતા ભક્તોની આંખોમાં આંસુ ઝળહળ્યા અને ‘ગણપતિ બાપ્પા મોરિયા’ના જયઘોષ સાથે માહોલ ગુંજતો રહ્યો. ખાસ કરીને એક માસૂમ બાળા બાપ્પાની વિદાય સમયે રડી પડતા દ્રશ્યોએ સૌને ભાવવિભોર કરી દીધા. ભક્તોએ ભારે હૈયે પોતાના પ્રિય દુંદાળા દેવને વિદાય આપી, જેનાથી સમગ્ર શહેરમાં શ્રદ્ધા અને ભાવનાનો અનોખો સમન્વય જોવા મળ્યો.
Advertisement
Advertisement