Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

બીજી મેચમાં સારા પ્રદર્શન બાદ પણ વિરાટ આઉટ, પંતને પણ કરાયો બહાર

ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શુક્રવારે કોલકતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી શ્રેણીની બીજી T20 મેચ જીતી લીધી છે. આ સાથે ટીમ શ્રેણી પણ જીતવામાં સફળ રહી છે. હવે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો છે. વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદમાં 3 વનડે અને કોલકતામાં 2 T20 મેચ રમી હતી અને હવે તેને અંતિમ T20 મેચમાં આરામ આપવામાં આવ્યો છà«
બીજી મેચમાં સારા પ્રદર્શન બાદ પણ વિરાટ આઉટ  પંતને પણ કરાયો બહાર
Advertisement
ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ શુક્રવારે કોલકતાના ઈડન ગાર્ડન્સમાં રમાયેલી શ્રેણીની બીજી T20 મેચ જીતી લીધી છે. આ સાથે ટીમ શ્રેણી પણ જીતવામાં સફળ રહી છે. હવે વેસ્ટ ઈન્ડીઝ વિરુદ્ધ શ્રેણીની ત્રીજી અને અંતિમ મેચમાં વિરાટ કોહલીને બ્રેક આપવામાં આવ્યો છે. 
વિરાટ કોહલીએ વેસ્ટ ઈન્ડિઝ વિરુદ્ધ અમદાવાદમાં 3 વનડે અને કોલકતામાં 2 T20 મેચ રમી હતી અને હવે તેને અંતિમ T20 મેચમાં આરામ આપવામાં આવ્યો છે. વળી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસ બાદ ભારતીય ટીમ શ્રીલંકા સાથે T20 શ્રેણી રમવાની છે. પ્રથમ T20 મેચ 24 ફેબ્રુઆરીએ લખનઉમાં રમાશે. આ શ્રેણીમાં કેટલાક મોટા ફેરફારો જોવા મળી શકે છે. જો BCCI તરફથી આવી રહેલા સમાચારો પર વિશ્વાસ કરવામાં આવે તો વિરાટ કોહલીને T20 સિરીઝમાં આરામ આપવામાં આવ્યો છે. વળી, ટીમ ઈન્ડિયાના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના ચાહકો માટે એક સારા સમાચાર છે. રવિન્દ્ર જાડેજા સંપૂર્ણ રીતે ફિટ છે અને શ્રીલંકા સામેની આગામી શ્રેણીમાં તે રમતા જોવા મળશે. રિપોર્ટ્સનું માનીએ તો રવિન્દ્ર જાડેજાની સાથે ફાસ્ટ બોલર જસપ્રિત બુમરાહની પણ વાપસી થઈ શકે છે. ક્રિકબઝના અહેવાલ મુજબ પૂર્વ કેપ્ટન વિરાટ કોહલીને T20 સિરીઝ દરમિયાન આરામ આપવામાં આવ્યો છે. કોહલી લાંબા સમયથી સતત ક્રિકેટ રમી રહ્યો છે.

સમાચાર એજન્સી PTIના અહેવાલ મુજબ કોહલી સિવાય વિકેટ કીપર બેટ્સમેન ઋષભ પંતને પણ બાયો બબલમાંથી બ્રેક આપવામાં આવ્યો છે. પંત હવે વેસ્ટ ઈન્ડિઝ સામેની ત્રીજી અને અંતિમ T20 મેચમાં પણ નહીં રમે. આ સિવાય તે શ્રીલંકા સામેની ત્રણ મેચની T20 શ્રેણીમાં પણ ટીમનો ભાગ નહીં હોય. BCCIના એક અધિકારીએ નામ ન આપવાની શરતે કહ્યું, "હા, કોહલી શનિવારે સવારે ઘરે જવા રવાના થઈ ગયો છે કારણ કે ભારત પહેલાથી જ શ્રેણી જીતી ચૂક્યું છે." BCCI દ્વારા નક્કી કર્યા મુજબ, બાયો બબલમાંથી તમામ ખેલાડીઓને સમયાંતરે વિરામ આપવાની નીતિ રહેશે જેથી તેમની ઉપર વર્ક લોડ ન આવે.

ભારત અને શ્રીલંકા વચ્ચેની શ્રેણી માટે હજુ સુધી ટીમ ઈન્ડિયાની
જાહેરાત કરવામાં આવી નથી અને માનવામાં આવી રહ્યું છે કે આજે
(શનિવાર) સાંજ પછી ટીમની જાહેરાત થઈ શકે
છે. ભારત અને શ્રીલંકા વચ્ચે ત્રણ મેચની
T20 સિરીઝ
અને બે મેચની ટેસ્ટ સિરીઝ રમાવાની છે. વિરાટ
T20 સિરીઝમાં નહીં રમે જ્યારે તે ટેસ્ટ
સિરીઝ માટે ટીમનો ભાગ હશે.

Advertisement

Tags :
Advertisement

.

×