Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આખરે ખેલાડી કુમારને માગવી જ પડી માફી, ફેન્સને કહ્યું- મને માફ કરો

બોલિવૂડના બે સુપર સ્ટાર છેલ્લા ઘમા સમયથી ગુટખાની જાહેરાત કરવાના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે. જેમા હવે વધુ એક નામ ઉમેરાઇ ગયું છે. જીહા, તમે સાચું જ સમજ્યા છો અમે અહીં ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારની વાત કરી રહ્યી છીએ.બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આ સમયે સતત ચર્ચામાં બની રહ્યા છે. તેના સમાચારમાં આવવાનું કારણ અત્યારે તેની ફિલ્મ કે કોઈ પ્રોજેક્ટ નથà«
આખરે ખેલાડી કુમારને માગવી જ પડી માફી  ફેન્સને કહ્યું  મને માફ કરો
Advertisement
બોલિવૂડના બે સુપર સ્ટાર છેલ્લા ઘમા સમયથી ગુટખાની જાહેરાત કરવાના કારણે સોશિયલ મીડિયામાં ટ્રોલ થઇ રહ્યા છે. જેમા હવે વધુ એક નામ ઉમેરાઇ ગયું છે. જીહા, તમે સાચું જ સમજ્યા છો અમે અહીં ખેલાડી કુમાર તરીકે જાણીતા અક્ષય કુમારની વાત કરી રહ્યી છીએ.
બોલિવૂડના ખિલાડી કુમાર એટલે કે અક્ષય કુમાર આ સમયે સતત ચર્ચામાં બની રહ્યા છે. તેના સમાચારમાં આવવાનું કારણ અત્યારે તેની ફિલ્મ કે કોઈ પ્રોજેક્ટ નથી. આ સમયે તેના સમાચારમાં આવવાનું કારણ તેના દ્વારા કરવામાં આવેલી એક જાહેરાત છે. પરંતુ તેણે તેના ચાહકો માટે આ જાહેરાતથી પીઠ ફેરવી લીધી છે. વાસ્તવમાં એવું બન્યું કે, અભિનેતાએ એકવાર તમાકુ જેવી પ્રોડક્ટની જાહેરાત ન કરવાનું કહ્યું હતું. પરંતુ તાજેતરમાં અભિનેતા અજય દેવગન અને શાહરૂખ ખાન સાથે ઈલાઈચી સંબંધિત ઉત્પાદનોની જાહેરાતમાં જોવા મળ્યો હતો. વિમલ ઈલાઈચી એક એવી બ્રાન્ડ છે જે તમાકુના ઉત્પાદનો પણ વેચે છે. આવી સ્થિતિમાં, ચાહકોએ તેમની નારાજગી વ્યક્ત કરતા અભિનેતાની આકરી ટીકા કરી હતી, જેના કારણે અભિનેતાએ આખરે માફી માંગી છે. બોલિવૂડ સુપરસ્ટારે તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર આ અંગે માફી માગી છે.
અક્ષય કુમારે વિમલ બ્રાંડને પ્રમોટ કરવા બદલ પોતાના પ્રશંસકોની માફી માંગતી વખતે પોસ્ટમાં લખ્યું, 'હું મારા તમામ ચાહકો અને શુભેચ્છકોની માફી માગવા માગુ છું. છેલ્લા કેટલાક દિવસોમાં તમારા પ્રતિભાવે મને ખૂબ પ્રભાવિત કર્યો છે, જ્યારે હું તમાકુનું સમર્થન કરતો નથી અને કરીશ પણ નહીં, હું વિમલ ઈલાઈચી સાથેના મારા જોડાણ અંગે તમારી લાગણીઓને માન આપું છું. ઉપરાંત, મેં નક્કી કર્યું છે કે હું જાહેરાત માટે લેવામાં આવતી જાહેરાત ફી ઉમદા હેતુ માટે દાન કરીશ. જોકે, બ્રાન્ડ ભવિષ્યમાં પણ જાહેરાતનું પ્રસારણ કરવાનું ચાલુ રાખશે. જ્યાં સુધી મારા કરારની કાનૂની મર્યાદા પૂરી ન થાય ત્યાં સુધી, પરંતુ હું તમને બધાને વચન આપું છું કે હું મારા આગળના વિકલ્પો કાળજીપૂર્વક પસંદ કરીશ. બદલામાં, હું તમારી પાસેથી તમારા બધાનો પ્રેમ અને શુભેચ્છાઓ ઈચ્છું છું. તેમની આ માફી ઝડપથી વાયરલ થઈ રહી છે. હવે લોકો તેના વખાણ કરતા જોવા મળે છે.

ઉલ્લખનીય છે કે, અક્ષય કુમારે તેના એક ઇન્ટરવ્યૂંમાં કહ્યું હતું કે ગુટખા કંપનીઓ તેને કરોડો રૂપિયાની ઓફર કરે છે, પરંતુ તે તેમને હા નથી કહેતો. તેની પાછળ તેમણે સ્વસ્થ ભારતનું કારણ આપ્યું હતું. અક્ષયે અનેક પ્રસંગોએ તમાકુની જાહેરાતને તેના સિદ્ધાંતોની વિરુદ્ધ ગણાવી છે. આ જ કારણ છે કે એડ પછી ટ્રોલર્સે તેને નિશાન બનાવ્યો.
Advertisement
Tags :
Advertisement

.

×