વિરાટની વોચ પર ચોંટી ગઇ સૌ કોઇની નજર, કિંમત એટલી કે તેમાંથી એક ઓડી કાર ખરીદી શકાય
વિરાટ કોહલી 12 નવેમ્બર, શનિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા. તે સમયે એરપોર્ટની બહાર ફેન્સ કોહલીની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. કોહલીએ પણ તેના ચાહકોને પ્રતિક્રિયા આપી હતી. વિરાટે બ્લેક ટ્રેક પેન્ટ સાથે ટી-શર્ટ પહેર્યું હતું. તેના હાથમાં ખૂબ મોંઘું એરપોર્ટ પાઉચ હતું. જેની કિંમત એક લાખથી વધુ છે, પરંતુ તેણે જે લક્ઝરી ઘડિયાળ પહેરી હતી તેàª
Advertisement
વિરાટ કોહલી 12 નવેમ્બર, શનિવારે સવારે મુંબઈ એરપોર્ટ પર પહોંચ્યા. તે સમયે એરપોર્ટની બહાર ફેન્સ કોહલીની રાહ જોઈ રહ્યા હતા. ત્યાં લોકોએ તાળીઓના ગડગડાટ સાથે તેમનું સ્વાગત કર્યું. કોહલીએ પણ તેના ચાહકોને પ્રતિક્રિયા આપી હતી. વિરાટે બ્લેક ટ્રેક પેન્ટ સાથે ટી-શર્ટ પહેર્યું હતું. તેના હાથમાં ખૂબ મોંઘું એરપોર્ટ પાઉચ હતું. જેની કિંમત એક લાખથી વધુ છે, પરંતુ તેણે જે લક્ઝરી ઘડિયાળ પહેરી હતી તેણે તમામ લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.
રિસ્ટ વોચ એટલી મોંઘી કે ઓડી કાર ખરીદી શકાય
તમને જણાવી દઈએ કે આ લક્ઝરી રિસ્ટ વોચ એટલી મોંઘી છે કે તેમાંથી ઓડી કાર પણ આવી શકે છે. કોહલીએ તેના કાંડા પર પાટેક ફિલિપ નોટિલસની ઘડિયાળ પહેરી હતી.. જેની કિંમત અંદાજે 57 લાખ રૂપિયા છે.. આ રકમ એટલી છે કે તેનાથી એક ઓડી કાર ખરીદી શકાય
વિરાટની એક ઝલક મેળવવા એરપોર્ટ પર ભીડ
મહત્વપૂર્ણ છે કે વિરાટ કોહલીએ સેમી ફાઈનલ મેચમાં 50 રન બનાવ્યા હતા. જો કે તેની ઈનિંગ ટીમ ઈન્ડિયાને જીત અપાવી શકી ન હતી. ઇંગ્લેડ સામે હાર્યા બાદ ભારતીય ટીમને સ્વદેશ પરત ફરવું પડ્યું છે..જે અંતર્ગત વિરાટ કોહલી પણ ભારત પરત ફરતા શનિવારે મુંબઇ એરપોર્ટ પર જોવા મળ્યા હતા. વિરાટની એક ઝલક મેળવવા માટે એરપોર્ટ પર મોટી સંખ્યામાં લોકો ઉમટ્યા હતા. વિરાટે ટૂર્નામેન્ટમાં 98.66ની એવરેજથી 296 રન બનાવ્યા હતા, જેમાં ચાર અર્ધસદી શામેલ હતી
આ પણ વાંચો - BCCI સચિવ જય શાહને ICCમાં મળી મોટી જવાબદારી, ફાયનાન્સ અને કોમર્શિયલ અફેર્સ કમિટીના ચેરમેન બનાવાયા
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિત ના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


