Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જૂનો દારૂ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોકટર સારા: શંકરસિંહ વાઘેલા

ગઈકાલે બુધવારે શંકરસિંહ વાઘેલાની દિલ્હી G -23 નેતાની મુલાકાત બાદ આજે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. G -23 અંગે સ્પષ્ટતા કરી હતી કે G -23 એ પાર્ટીથી કોઈ બગાવત નથી.ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અત્યારે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી ત્યારે છેલ્લા 1 વર્ષથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો લાગી રહી છે તો ક્યારેક શંકરસિંહ વાઘેલા એ સામેથી કહ્યું કે હાà
જૂનો દારૂ  જૂની દોસ્તી  જૂના નેતા અને જૂના ડોકટર સારા   શંકરસિંહ વાઘેલા
Advertisement
ગઈકાલે બુધવારે શંકરસિંહ વાઘેલાની દિલ્હી G -23 નેતાની મુલાકાત બાદ આજે શંકરસિંહ વાઘેલાએ પ્રેસ કોન્ફ્રન્સ યોજી હતી. G -23 અંગે સ્પષ્ટતા કરી હતી કે G -23 એ પાર્ટીથી કોઈ બગાવત નથી.
ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા અત્યારે કોઈ પણ પક્ષ સાથે જોડાયેલા નથી ત્યારે છેલ્લા 1 વર્ષથી શંકરસિંહ વાઘેલા કોંગ્રેસમાં જોડાશે તેવી અટકળો લાગી રહી છે તો ક્યારેક શંકરસિંહ વાઘેલા એ સામેથી કહ્યું કે હાઈકમાડ કહેશે તો હું કોંગ્રેસમાં જોડાઇશ.  ગુજરાત કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ પણ શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં જોડાવવાનું આમંત્રણ આપ્યું હતું પરંતુ ગઈકાલે બુધવારે શંકરસિંહ G -23 નેતાની મુલાકાતે જતા હવે ટૂંક સમયમાં કોંગ્રેસમાં જોડાશે તેમ લાગી રહ્યું છે. 
પ્રિયંકા ગાંધી પોલીટીકલ મિસફાયર
પ્રિયંકાને યુપીના મહામંત્રી બનાવીને રાજકારણમાં ઉતારવામાં આવ્યા હતા તે પોલિટિકલ મિસફાયર રહ્યું. દરેકની કારકિર્દી હોય છે અને કારકિર્દી બનાવવા માટે ગ્રૂમિંગ હોવું જોઇએ જેનો અભાવ રહ્યો. યુપીમાં પ્રિયંકા બધુ સંભાળતા હતા પરંતુ આ ચૂંટણીથી પ્રિયંકા પર પણ ધબ્બો લાગી ગયો. યોગ્ય સલાહકાર હોવા જોઇએ તે ન રહ્યાં. 
ચાલુ રેસમાં ઘોડો ન બદલાય 
રાહુલ ગાંધીના નેતૃત્વ અંગે જણાવ્યું કે પંજાબમાં મુખ્યમંત્રી બદલવા એ ભૂલ હતી. ચાલુ રેસમાં ઘોડા ન બદલાય. પંજાબની ચૂંટણી નજીકના સમયમાં જ હતી ત્યારે રાહુલે અમરિન્દરને બદલ્યા. ચાલુ રેસમાં અમરિંદરસિંહ કેપ્ટનને બદલી નાંખ્યા. પોતાની સરકાર ગુમાવી દીધી. હોમવર્ક અને સારા સલાહકારના અભાવથી થયું છે. બાપુએ કહ્યું હતું કે, જૂનો દારૂ, જૂની દોસ્તી, જૂના નેતા અને જૂના ડોકટર સારા.
 
તો G 23 ન હોત
2022માં ગુજરાતમાં ભાજપનું શાસન નહિ રહે હોઈ, બધા મળીને ચૂંટણી લડશું. પબ્લિકનું પહેલા સાંભળવું જરૂરી. G 23 એ પાર્ટી બગાવત નથી.  કોંગ્રેસ કાર્યરત રહેવી જરૂરી છે. અહેમદ ભાઈ જીવિત હોત તો G 23 ન હોત, અહેમદ પટેલની ખોટ કોંગ્રેસને રહેશે. 
Tags :
Advertisement

.

×