Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

પૂર્વ IAS અધિકારીના પુત્રએ છરીથી AMCના કર્મચારી પર કર્યો હુમલો, બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ ફરિયાદ

ગુજરાતમાં કાયદા અને નિયમોને પોતાના પિતાજીની જાગીર સમજતા એક નબીરાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફ ઉપર પૂર્વ IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠીએ હુમલો કરતાં મામલો ગરમાયો છે.અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ ટેક્સની વસૂલાત માટે ગઈ હતી. પરંતુ તેમના પર જ પૂર્વ IAS અધિકારીના પુત્રએ ચાકુથી હુમલો કરી દીધો. ટેક્સ ભરવાનું કહેતાં જ પૂર્વ  IAS અધિકારીના પુત્રનું વર
પૂર્વ ias અધિકારીના પુત્રએ છરીથી amcના કર્મચારી પર કર્યો હુમલો  બોડકદેવ પોલીસ સ્ટેશનમાં નોંધાઈ  ફરિયાદ
Advertisement
ગુજરાતમાં કાયદા અને નિયમોને પોતાના પિતાજીની જાગીર સમજતા એક નબીરાનો મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો છે.અમદાવાદ કોર્પોરેશનના સ્ટાફ ઉપર પૂર્વ IAS અધિકારીના પુત્ર આશિષ ત્રિપાઠીએ હુમલો કરતાં મામલો ગરમાયો છે.અમદાવાદ મહાનગર પાલિકાની ટીમ ટેક્સની વસૂલાત માટે ગઈ હતી. પરંતુ તેમના પર જ પૂર્વ IAS અધિકારીના પુત્રએ ચાકુથી હુમલો કરી દીધો. ટેક્સ ભરવાનું કહેતાં જ પૂર્વ  IAS અધિકારીના પુત્રનું વર્તન જુઓ.
અમદાવાદ મ્યુનિસિપલ ટેક્સ વસૂલવા ગયેલ મ્યુનિ.સ્ટાફ પર નિવૃત્ત IASના પુત્રે ચાકુથી હુમલો કર્યો હતો.પ્રાથમિક માહિતી મુજબ નિવૃત્ત IAS અધિકારી AMCમાં કમિશનર રહી ચૂકેલા છે.હુમલો કરનારનું નામ આશિષ ત્રિપાઠી છે. મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચી ગયો છે. 
પ્રાપ્ત માહિતી અનસાર,આઈએએસ આર.કે.ત્રિપાઠી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં પૂર્વ મ્યુનિસિપલ કમિશનરના પદે રહી ચૂક્યા છે.ત્યારે  તેમના થલેતજ વિસ્તારમાં આવેલા તેમના મકાનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટીમ ગઈ હતી. કોર્પોરેશનની ટીમ ટેક્સ વસૂલવા ગઈ હતી.ત્યારે આર.કે.ત્રિપાઠીનો પુત્ર આશિષ ત્રિપાઠીએ કોર્પોરેશનની ટીમ પર હુમલો કર્યો હતો. ત્યારે સમગ્ર મામલો પોલીસ સ્ટેશનમાં પહોંચ્યો છે. 
હુમલાની ઘટના બાદ એએમસીની ટીમ બોડકદેવ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી હતી. જ્યાં હુમલાખોરની સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. હાલ પોલીસે હુમલાખોર આશિષ ત્રિપાઠીની અટકાયત કરાઈ છે. તો હુમલાનો વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે, આશિષ ત્રિપાઠી કેવી રીતે કોર્પોરેશનની ટીમ પર હુમલો કરે છે. 
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.
Tags :
Advertisement

.

×