Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

ગીરગઢડામાં મકાનની છત પર આરામ કરતા સિંહને જોઇ લોકોમાં ઉત્તેજના

ગીર સોમનાથ જીલ્લામાં સિંહ દેખાયાના સંખ્યાબંધ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે ત્યારે ગીર ગઢડાના ફાટસર ગામમાં કાચા મકાનની નળીયા વાળી છત પર બેસીને વનરાજા આરામ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ઉતેજના જોવા મળી હતી. ગીરગઢડાના એક ગામમાં મકાનની છત પર બેસીને સિંહ આરામ કરતો હોય તેવો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. સિંહ મકાનની છત પ
ગીરગઢડામાં મકાનની છત પર આરામ કરતા સિંહને જોઇ લોકોમાં ઉત્તેજના
Advertisement
ગીર સોમનાથ જીલ્લામાં સિંહ દેખાયાના સંખ્યાબંધ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હોય છે ત્યારે ગીર ગઢડાના ફાટસર ગામમાં કાચા મકાનની નળીયા વાળી છત પર બેસીને વનરાજા આરામ કરતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા લોકોમાં ઉતેજના જોવા મળી હતી. 
ગીરગઢડાના એક ગામમાં મકાનની છત પર બેસીને સિંહ આરામ કરતો હોય તેવો વિડીયો વાયરલ થતાં લોકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી. સિંહ મકાનની છત પર ચઢી જાય તેવા જૂજ કિસ્સા જોવા મળતા હોય છે અને ફાટસર ગામમાં રાતના સમયે  સિંહ છત પર બેસીને આરામ કરતો હોવાનું જોવા મળતાં સ્થાનિકોમાં ભારે ઉત્તેજના જોવા મળી હતી અને સિંહને જોવા માટે લોકોના ટોળા ઉમટયા હતા. કેટલાક લોકોએ તો આ દ્રષ્યને પોતાના મોબાઇલના કેમેરામાં કેદ પણ કરી લીધું હતું. 
ગીરગઢડાના ફાટસર ગામમાં કાચા મકાનની છત નળીયાવાળી છે અને આ છત પર સિંહ ચઢીને બેસી ગયો હતો અને ખાસ્સો સમય બેઠેલો રહ્યો હતો. લોકોના ટોળા જોઇને પણ સિંહ સહેજે વિચલીત થયો ન હતો. લોકોએ સિંહનું શૂટીંગ કરી લીધું હતું અને લોકોના અવાજો વચ્ચે પણ તે સ્થિતપ્રજ્ઞ હાલતમાં બેઠેલો જોવા મળ્યો હતો. 
Tags :
Advertisement

.

×