Exclusive Interview : SIR પ્રક્રિયા, વોટ ચોરી મુદ્દે Chief Electoral Officer ની સ્પષ્ટ વાત
Exclusive Interview : આ વિશિષ્ટ વાતચીતમાં ગુજરાત ફર્સ્ટ મુખ્ય ચૂંટણી અધિકારી હરીત શુક્લા સાથે ચૂંટણી પહેલાના બે સૌથી ચર્ચાસ્પદ વિષયો - SIR (સિસ્ટેમેટિક આઇડેન્ટિફિકેશન ઓફ રોલ) પ્રક્રિયા અને મત ચોરી અને ચૂંટણીમાં ગેરરીતિના વધતા આરોપો પર વાત કરી છે.
વરિષ્ઠ એન્કર વિકાસ મકવાણા દ્વારા હાથ ધરવામાં આવેલા આ વિગતવાર ઇન્ટરવ્યુમાં CEO જાહેર ચિંતાઓને સંબોધે છે, SIR મિકેનિઝમનો હેતુ અને પારદર્શિતા વિશે વિસ્તારપૂર્વક વાત કરી છે. ગુજરાતમાં મુક્ત, ન્યાયી અને સુરક્ષિત ચૂંટણીઓ સુનિશ્ચિત કરવા માટે ચૂંટણી પંચ જે પગલાં લઈ રહ્યું છે તેની રૂપરેખા વિશે બહોળા મને વાતચીત કરી છે. આ ઇન્ટરવ્યુંમાં જમીની સ્તરના પડકારોથી લઈને અમલમાં મુકાયેલા સલામતી પગલાં સુધી, આ ઇન્ટરવ્યુ દરેક મતદાર માટે સચોટ, અધિકૃત અને આવશ્યક માહિતી શ્રોતાઓ સુધી પહોંચાડવામાં આવી છે.. તો જૂઓ ગુજરાત ફર્સ્ટનો ખાસ અહેવાલ...
માહિતગાર રહો. સશક્ત રહો...


