કપડવંજના મોટી ઝેર ગામે થયેલા દુષ્કર્મ અને હત્યાના કેસમાં 3 આરોપીને ફાંસી
2018માં ખેડા જીલ્લાના કપડવંડ પંથકના મોટી ઝેર ગામે મહિલા ઉપર થયેલા દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં કપડવંજ સેસન્સ કોર્ટે ત્રણ આરોપીને ફાંસીની સજા ફટકારી છે. પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં રહેતા ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશ વાદી અને જંયતિ બબાભાઇ વાદીએ ગત 2018ના વર્ષમાં 28 ઓકટોબરે સાંજે 6-30થી 8-30 સુધીના ગાળામાં પરિણીતાનું બાઇક પà
Advertisement
2018માં ખેડા જીલ્લાના કપડવંડ પંથકના મોટી ઝેર ગામે મહિલા ઉપર થયેલા દુષ્કર્મ અને હત્યાના ચકચારી કેસમાં કપડવંજ સેસન્સ કોર્ટે ત્રણ આરોપીને ફાંસીની સજા ફટકારી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ખેડા જીલ્લાના કપડવંજ તાલુકાના મોટીઝેર ગામમાં રહેતા ગોપી ઉર્ફે ભલા દેવીપૂજક, બાબા ઉર્ફે કંકુડીયો રમેશ વાદી અને જંયતિ બબાભાઇ વાદીએ ગત 2018ના વર્ષમાં 28 ઓકટોબરે સાંજે 6-30થી 8-30 સુધીના ગાળામાં પરિણીતાનું બાઇક પરથી અપહરણ કર્યું હતું અને તેને નીમાલીની સીમમાં લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું.
મળતી માહિતી મુજબ બાબો ઉર્ફે કંકુડીયો અને જયંતી પરિણીતાનું અપહરણ કરી લઇ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ કર્યું હતું અને ત્યાર બાદ ગોપી તેમની પાસે જતાં તે બંનેએ ગોપીને ધમકી આપી તેને પણ દુષ્કર્મ કરવા દબાણ કર્યું હતું. ત્યારબાદ ત્રણેય આરોપીઓએ પરિણીતા સાથે દુષ્કર્મ કર્યું હતું અને તેની હત્યા કરી દીધી હતી. આરોપીઓએ મહિલાને ગળા અને મોઢાના ભાગે સાડી વીંટાળી નગ્ન અવસ્થામાં જ ખેતરમાં ફેંકી દીધી હતી અને પુરાવાનો નાશ કર્યો હતો. આ બાબતે કપડવંજ ગ્રામ્ય પોલીસમાં ગુનો નોંધાયા બાદ આરોપીઓની પોલીસે ધરપકડ કરી હતી.
સમગ્ર કેસ અદાલતમાં ચાલી જતાં કપડવંજ કોર્ટે ત્રણેય આરોપીઓને દોષિત ઠેરવી ફાંસીની સજા ફરમાવી હતી. આ કેસમાં 26 લોકોની જુબાની અને 45 દસ્તાવેજી પુરાવા રજૂ કરાયા હતા.


