Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

વિદેશ મંત્રી એસ.જયશંકરે લીધો ઉધડો, કહ્યું - ભારતને કોઈની સલાહની જરૂર નથી

આજે વિશ્વમાં ભારતનું મહત્વ વધી ગયું છે. આજે ભારત પર કોઈ આંગળી ચીંધે તો ભારત તેને જડબાતોડ જવાબ આપે છે. આજે વિશ્વમાં ભારત એક નવી તાકાત બન્યું છે. આજે વિશ્વના તાકાતવાર દેશો પણ ભારતની વિરૂદ્ધ જતા પહેલા 10 વખત વિચાર કરે છે. વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર રશિયા-યુક્રેન મુદ્દે ભારતના વલણને લઈને વિરોધીઓને જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના રાયસિના ડાયલોગ કાર્યક્રમમાં તેમણે ફરી
વિદેશ
મંત્રી એસ જયશંકરે લીધો ઉધડો  કહ્યું   ભારતને કોઈની સલાહની જરૂર નથી
Advertisement

આજે વિશ્વમાં
ભારતનું મહત્વ વધી ગયું છે. આજે ભારત પર કોઈ આંગળી ચીંધે તો ભારત તેને જડબાતોડ
જવાબ આપે છે. આજે વિશ્વમાં ભારત એક નવી તાકાત બન્યું છે. આજે વિશ્વના તાકાતવાર
દેશો પણ ભારતની વિરૂદ્ધ જતા પહેલા 10 વખત વિચાર કરે છે.
વિદેશ
મંત્રી એસ.જયશંકરે ફરી એકવાર રશિયા-યુક્રેન મુદ્દે ભારતના વલણને લઈને વિરોધીઓને
જડબાતોડ જવાબ આપ્યો છે. વિદેશ મંત્રાલયના રાયસિના ડાયલોગ કાર્યક્રમમાં તેમણે ફરી
એકવાર સ્પષ્ટ કર્યું કે યુક્રેન સંઘર્ષમાં ભારતની સ્થિતિ સ્પષ્ટ છે. અમે લડાઈનો
તાત્કાલિક અંત માંગીએ છીએ અને રાજદ્વારી દ્વારા વાતચીતનો આગ્રહ રાખીએ છીએ. અમે
દેશોની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતાનું સન્માન કરવાની જરૂરિયાત પર પણ ભાર
મુકીએ છીએ.

#WATCH | When rules-based order was under challenge in Asia, the advice we got from Europe is- do more trade. At least we are not giving you that advice... We should find a way of returning to diplomacy& dialogue: EAM Dr S Jaishankar about India's stand on #RussiaUkraine conflict pic.twitter.com/Zf6c2cTAkV

— ANI (@ANI) April 26, 2022" title="" target="">javascript:nicTemp();

નોર્વેના વિદેશ પ્રધાન અનિકેન
હ્યુટફેલ્ડના એક પ્રશ્નના જવાબમાં જયશંકરે કહ્યું કે રશિયા આપણા સંપર્કમાં છે તેના
કરતાં વધુ યુરોપના દેશો રશિયા સાથે સંપર્કમાં છે. જ્યાં સુધી લોકતાંત્રિક પોકારનો
સવાલ છે.
ગયા વર્ષે
અફઘાનિસ્તાનમાં જે કંઈ થયું
તેના પર તમામ લોકશાહી દેશોની નજર હતી. ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં
આપણે જે પડકારોનો સામનો કરીએ છીએ તેના પર કોઈપણ લોકશાહી દેશો ક્યાં પગલાં લે છે
જયશંકરે વધુમાં કહ્યું કે જ્યારે
એશિયામાં નિયમો આધારિત સિસ્ટમને પડકારવામાં આવી રહી હતી ત્યારે અમને યુરોપમાંથી
વધુ બિઝનેસ કરવાની સલાહ મળી હતી. અમે તમને તે સલાહ નથી આપી રહ્યા. આપણે કૂટનિતી
અને ચર્ચા તરફ પાછા ફરવાનો રસ્તો શોધવો જોઈએ. અફઘાનિસ્તાનને જુઓ અને કૃપા કરીને
મને કહો કે વિશ્વના દેશો દ્વારા કઈ ન્યાય આધારિત પ્રણાલી અપનાવવામાં આવી હતી.

ચીન અને પાકિસ્તાનના સંદર્ભમાં જયશંકરે
કહ્યું કે એશિયાના એવા ભાગો છે જ્યાં સરહદો નક્કી કરવામાં આવતી નથી અને દેશ દ્વારા
આતંકવાદને પ્રાયોજિત કરવામાં આવે છે. તેમણે કહ્યું કે વિશ્વ માટે એ સમજવું
મહત્વપૂર્ણ છે કે એશિયામાં નિયમો આધારિત વ્યવસ્થા છેલ્લા એક દાયકાથી વધુ સમયથી
તણાવમાં છે.

Advertisement
Tags :
Advertisement

.

×