Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

અસમ, મેઘાલય અને ત્રિપુરામાં ભારે પૂર, ઠેર ઠેર તબાહીના દ્રષ્યો

ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનને કારણે ઉત્તરપૂર્વમાં તબાહી મચી ગઈ છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. અહીં ઘણા લોકો બેઘર થયા, ઘણા લોકો મૃત્યુ પામ્યા, પાક નાશ પામ્યો, રસ્તાઓ તૂટી ગયા અને રેલ્વે સેવા ખોરવાઈ ગઈ. કુદરતી આફતના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.  આસામ અને મેઘાલયમ
અસમ  મેઘાલય અને ત્રિપુરામાં ભારે પૂર  ઠેર ઠેર તબાહીના દ્રષ્યો
Advertisement
ભારે વરસાદ પછી પૂર અને ભૂસ્ખલનને કારણે ઉત્તરપૂર્વમાં તબાહી મચી ગઈ છે. આસામ, મેઘાલય, ત્રિપુરા અને અરુણાચલ પ્રદેશમાં પૂરથી લાખો લોકો પ્રભાવિત થયા છે. અહીં ઘણા લોકો બેઘર થયા, ઘણા લોકો મૃત્યુ પામ્યા, પાક નાશ પામ્યો, રસ્તાઓ તૂટી ગયા અને રેલ્વે સેવા ખોરવાઈ ગઈ. કુદરતી આફતના કારણે લોકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લોકોને રાહત શિબિરોમાં ખસેડવામાં આવ્યા છે.  
આસામ અને મેઘાલયમાં છેલ્લા બે દિવસમાં પૂર અને ભૂસ્ખલનમાં 31 લોકોના મોત થયા છે. આસામના 28 જિલ્લાઓમાં લગભગ 19 લાખ લોકો અસરગ્રસ્ત છે, જ્યારે લગભગ એક લાખ લોકો રાહત શિબિરોમાં છે. પૂરમાં કુલ મૃતકોમાંથી 12 આસામમાં અને 19 મેઘાલયમાં મૃત્યુ પામ્યા છે. તો ત્રિપુરાની રાજધાની અગરતલામાં પણ ભીષણ પૂરની માહિતી છે. શહેરમાં માત્ર 6 કલાકમાં 145 મીમી વરસાદ નોંધાયો છે.
આસામમાં લગભગ 3,000 ગામો પૂરમાં ડૂબી ગયા છે અને 43,000 હેક્ટર ખેતીની જમીન પાણીમાં ડૂબી ગઈ છે. કેટલાય પાળા, કલ્વર્ટ અને રસ્તાઓને નુકસાન થયું છે. હોજાઈ જિલ્લામાં પૂર પ્રભાવિત લોકોને લઈ જતી બોટ ડૂબી ગઈ હતી, જેમાં ત્રણ બાળકો ગુમ થયા હતા જ્યારે 21 અન્યને બચાવી લેવામાં આવ્યા હતા. આસામ સરકારે પૂર અને ભૂસ્ખલનને કારણે ફસાયેલા લોકો માટે ગુવાહાટી અને સિલચર વચ્ચે વિશેષ ફ્લાઇટની પણ વ્યવસ્થા કરી છે.
મેઘાલયમાં અચાનક આવેલા પૂરથી પણ ભારે હોબાળો મચી ગયો છે. દક્ષિણ ગારો હિલ્સ જિલ્લાના બાઘમારામાં ત્રણ અને સિજુમાં ભૂસ્ખલનના કારણે એકના મોત થયા છે.આ સાથે સીએમ કાનરાડે કુદરતી આફતમાં માર્યા ગયેલા લોકો માટે વળતરની જાહેરાત કરી છે.
ત્રિપુરામાં શુક્રવારથી અવિરત વરસાદને કારણે આવેલા પૂરને કારણે રાજ્યમાં 10,000 થી વધુ લોકો બેઘર થઈ ગયા છે. જેથી છેલ્લા એક મહિનાથી ટ્રેન સેવા ખોરવાઈ ગઈ છે. દરમિયાન, રાષ્ટ્રીય ધોરીમાર્ગ-6 પર ભારે વરસાદને કારણે ભૂસ્ખલનને કારણે ગુરુવારે ત્રિપુરા અને દેશના બાકીના ભાગો વચ્ચેનો સપાટી સંપર્ક તૂટી ગયો હતો તેમ અધિકારીઓએ જણાવ્યું હતું. પૂરનો પ્રકોપ પશ્ચિમ ત્રિપુરા જિલ્લામાં અગરતલા અને તેની પડોશ સુધી સીમિત છે, જ્યાં હાવડા નદીનું પાણીનું સ્તર નોંધપાત્ર રીતે વધ્યું છે અને અગરતલા મ્યુનિસિપલ કોર્પોરેશન અને તેની આસપાસના વિસ્તારો ડૂબી ગયા છે.
પડોશી અરુણાચલ પ્રદેશમાં સુબાનસિરી નદીના પાણીથી એક ડેમ ડૂબી ગયો છે, જે હાઇડ્રોઇલેક્ટ્રિક પ્રોજેક્ટ માટે નિર્માણાધીન હતો. મેઘાલય, આસામ, પેટા-હિમાલયન પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં છૂટાછવાયા સ્થળોએ અત્યંત ભારે વરસાદ નોંધાયો અને નાગાલેન્ડ અને ત્રિપુરામાં ભારેથી અતિ ભારે વરસાદ નોંધાયો.
મણિપુરના ઈમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં પૂરના કારણે એક વ્યક્તિના મોત બાદ કુલ મૃત્યુ આંક સાત થઈ ગયો છે. શનિવારે સવારે ઇમ્ફાલમાં વરસાદ ઓછો થયો પરંતુ થૌબલ, ઇમ્ફાલ વેસ્ટ અને બિષ્ણુપુરમાં હજુ પણ સ્થિતિ સુધરી નથી. રાહત અને આપત્તિ પ્રબંધન વિભાગ દ્વારા બહાર પાડવામાં આવેલા અહેવાલમાં જણાવાયું છે કે ઇમ્ફાલ પશ્ચિમ જિલ્લામાં 16 જૂને નદીમાં ડૂબી જવાથી એક માછીમારનું મૃત્યુ થયું હતું. રાજ્યના પૂર પ્રભાવિત વિસ્તારોમાં હજુ પણ મોટી સંખ્યામાં લોકો ફસાયેલા છે. રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે રાજ્યમાં પૂરથી નુકસાન પામેલા મકાનોની સંખ્યા વધીને 22,624 થઈ ગઈ છે.
મિઝોરમમાં પૂરના કારણે અત્યાર સુધીમાં 1066 પરિવારોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે. રાજ્યના ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રિહેબિલિટેશન ડિપાર્ટમેન્ટના અધિકારીઓએ 15 જૂને આ માહિતી આપી હતી. દક્ષિણ મિઝોરમનો લુંગલેઈ જિલ્લો સૌથી વધુ પ્રભાવિત થયો છે. તાલાબુંગ શહેર અને આસપાસના ગામો પૂરની ઝપેટમાં છે. અધિકારીઓએ જણાવ્યું કે નેશનલ હાઈવે 54 પરથી કાટમાળ હટાવવાનું કામ કરવામાં આવ્યું હતું. પૂરના કારણે રોડનો એક ભાગ ધોવાઈ ગયો છે.
અધિકારીઓએ કહ્યું છે કે મેઘાલયના મૌસીનરામ અને ચેરાપુંજીમાં 1940થી અત્યાર સુધીમાં રેકોર્ડ વરસાદ થયો છે. સરકારી સૂત્રોએ જણાવ્યું કે છેલ્લા 60 વર્ષમાં અગરતલામાં આ ત્રીજો સૌથી વધુ વરસાદ છે. અચાનક આવેલા પૂરને કારણે તમામ શૈક્ષણિક સંસ્થાઓ બંધ કરી દેવામાં આવી છે. મેઘાલયના મુખ્યમંત્રી કોનરાડ સંગમાએ પૂરમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોને 4 લાખ રૂપિયાના વળતરની જાહેરાત કરી છે.
Tags :
Advertisement

.

×