એક મહિનામાં 40 જેટલા ભૂકંપના આંચકા!, સાવરકુંડલાના મીતીયાળામાં ભયનું વાતાવરણ, જાણો શું કહે છે ગ્રામજનો
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું મિતિયાળા ગામની 1800ની વસ્તી ધરાવતા મિતિયાળા ગામ મિતિયાળા અભ્યારણ જંગલને અડીને આવેલું ગામ છે સિંહ દીપડા જેવા હિંસક પશુ ઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે ને જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાળા વાસીઓને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે.ભૂકંપના આંચકાથી ગ્રામજનોમાં àª
Advertisement
અમરેલી જિલ્લાના સાવરકુંડલાનું મિતિયાળા ગામની 1800ની વસ્તી ધરાવતા મિતિયાળા ગામ મિતિયાળા અભ્યારણ જંગલને અડીને આવેલું ગામ છે સિંહ દીપડા જેવા હિંસક પશુ ઓ કરતા પણ આ મિતિયાળા ગામમાં છેલ્લા એક દોઢ માસથી ધરતીકંપના આંચકાઓએ આખા મિતિયાળા ગામમાં ભયનું લખલખું ફેલાવી દીધું છે ને જેને કારણે આ કડકડતી ઠંડીમાં પણ મિતિયાળા વાસીઓને ઘરની બહાર સુવાની મજબૂરી ઉભી થઇ છે.
ભૂકંપના આંચકાથી ગ્રામજનોમાં ભય
ગઈકાલે મિતિયાળા ગામમાં સવારે 7.42 વાગ્યે પ્રથમ ભૂકંપનો આંચકો અનુભવ્યો બાદ બપોરે 5.55એ ફરી ધરાધ્રુજી અને સાંજના 7.05 મિનિટે ત્રીજીવાર ભૂકંપનો આંચકો આવ્યો ત્યારે રાત્રીના 8.34એ ચોથીવાર મિતિયાળાની ધરા ધ્રુજતા આખા મિતિયાળા ગામમાં ભયનું વાતાવરણ ઊભું થયું ને રાત્રીના ક્યાંક ભૂકંપનો આંચકો આવે ને મકાન ધરાશાહી થવાની ગંભીર દહેશત વચ્ચે ગામના નાના નાના ભૂલકા ઓથી લઈને મિતિયાળા ના વયોવ્રુધો પોતાના મકાનની બહાર ફળિયામાં સુવાની ના છૂટકે મજબૂરી ઉભી થઇ છે.
જાયે તો જાયે કહાં તેવી સ્થિતિ
ફળિયામાં ખાટલા ઓ ઢાળીને વચ્ચે તાપણું કરીને સિંહ દીપડા જેવા હિંસક પશુઓના ડર કરતા ભૂકંપનો ભય એટલી હદે મિતિયાળા વાસીઓના હૃદયમાં પેસી ગયો છે કે પોતાના મકાનના રૂમો બંધ કરીને બહાર કડકડતી ઠંડીમાં સુઈ રહ્યા છે અને જાયે તો જાયે કહાઁની સ્થિતિ મિતિયાળામાં જોવા મળી રહી છે અને સ્થાનિક મહિલાઓ ભયભીત બની ગઈ છે.
ગામજનોના રાત ઉજાગરા શરૂ
મિતિયાળામાં ખાતે રહેતા લોકોને જંગલ નજીક હોય ને સિંહ દીપડાઓની કાયમી લટાર ગામમાં હોવા છતાં ભૂકંપના વારંવાર ઝટકા ઓથી એટલી ફડક પેસી ગઈ છે કે સિંહ દીપડા હુમલો કરશે ને તો બચવાની શક્યતાઓ રહેશે પણ જો ભૂકંપના આંચકાઓથી મકાન જ ધરાશાહી થઈ જાશે તો જીવ જવાનો ભય વધી ગયો હોય ત્યારે મિતિયાળા વાસીઓના રાત ઉજાગરા શરૂ થયા છે ને સ્થાનિકો ભયના ઓથાર તળે જીવવાની મજબૂરી કડકડતી ઠંડીમાં બહાર સુવાની થઈ છે મિતિયાળા ગામમાં છેલા એક દોઢ માસમાં 40 જેટલા ભુકમ્પના આંચકાઓ સહન કરી ચૂક્યું છે અને ભુકમ્પના આંચકાઓથી ઘરમાં રાખેલા વાસણો પડી જાય છે ઘણી મકાનોની દીવાલોમાં તિરાડો પડી ગઈ છે.
ભય લોકોમાં ઘર કરી ગયો
તંત્રને અનેકવાર લેખિત મૌખિક રજૂઆતો કરી ચૂકેલા સરપંચ પણ ધૂતરાષ્ટ્રની ભૂમિકા ભજવતા તંત્ર સામે લાચાર બની ગયું છે અને શિયાળાની કડકડતી ઠંડી હોય ને ઉપરથી હિંસક પશુઓના રહેઠાણ વચ્ચે પણ ભૂકંપનો ભય મિતિયાળાવાસીઓની ઊંઘ હરામ કરી દીધી છે સિંહ દીપડા જેવા હિંસક પશુઓથી ડર ન અનુભવતા મિતિયાળા વાસીઓને ભૂકંપનો ભય ઘર કરી ગયો છે.
એક મહિનામાં 40-50 આંચકા
એક મહિનામાં 40 - 50 જેટલા હળવા આંચકા સહન કરી ચૂકેલા મિતિયાળા મા હાલ તો ધરા ઘૃજવાની ઘટનાઓથી રાત્રી ઉજાગરા એ ઊંઘ હરામ કરી હોવાની કડવી વાસ્તવિકતાઓ વચ્ચે ભૂકંપનું કારણ જાણવા તંત્ર ક્યારે આગળ આવે તેની મિતિયાળાવાસીઓ કાગડોળે રાહ જોઈ રહ્યા છે ત્યારે સાવરકુંડલા મામલતદાર પ્રદીપસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, મીતીયાળા માં ભૂકંપના આંચકાઓ બાબતે ગાંધીનગરથી ત્રણ ચાર દિવસમાં જ ટીમ આવવાની છે અને મીતીયાળા સરપંચ સહિતની રજૂઆતો આવી છે મામલો શું છે તે સમગ્ર બાબત શોર્ટ આઉટ થઈ જશે.
ગ્રામજનોની પ્રતિક્રિયા
ગરવી ગુજરાતના એક ગામને એવું તે ગ્રહણ લાગ્યું છે કે ગ્રામીણ ગામડાઓના સ્થાનિકોને દિવસ રાત ઉજાગરા કરવાની મજબૂરી ઉભી થઇ છે દિવસ ને રાત ઉજાગરા કરવાની મજબૂરીનું મુખ્ય કારણ ભૂકંપના આંચકાઓ છે. સ્થાનિકોમાં ફફડાટ છે.
- સ્થાનિક સવિતાબેને જણાવ્યું કે, ભૂકંપના અંચકાઓથી વાસણો પડી જાય છે અને સિંહ, દીપડાના ભય કરતા ધરતીકંપનો ભય વધુ લાગે છે. કડકડતી ઠંડીમાં ક્યા જવું ના છૂટકે ઘરના ફળિયામાં સૂવું પડે છે.
- રહીમભાઈ રાઠોડે જણાવ્યું કે, સિંહોના ઘર મિતિયાળામાં જંગલના અભ્યારણમાં આંચકાઓ નથી અનુભવતા પણ રોજબરોજ મિતિયાળા ગામમાં આંચકાઓ અવે છે ને હવે ભૂકંપના આંચકાના ડર બાળકોમાં પણ પેસી ગયો છે.
- મીતીયાળાના સરપંચ મનસુખભાઇ મોલડીયાએ જણાવ્યું કે, તંત્રમાં અવારનવાર રજૂઆતો કરી છે છેલ્લા એક મહિનામાં 40 જેટલા ભૂકંપના આંચકા આવી ગયા છે હવે તંત્ર આ આંચકાઓ શા માટે આવે તેની તપાસ કરે તો સારું છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


