દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં બિલ્ડિંગમાં લાગી ભીષણ આગ, 12 લોકોનું રેસ્ક્યુ
રાજધાની દિલ્હીમાં આગની ઘટનાઓ ઓછી
થવાનું નામ નથી લઈ રહી. દિલ્હીના ન્યૂ અશોક નગર વિસ્તારમાં મંગળવારે એક
બિલ્ડિંગમાં ભીષણ આગ લાગી હતી. આ આગની માહિતી મળતાની સાથે જ પાંચ ફાયર ટેન્ડર
ઘટનાસ્થળે હાજર છે. દેશની રાજધાની દિલ્હીમાં આગની ઘટનાઓ દરરોજ જોવા મળે છે.
દિલ્હીના અશોક નગર વિસ્તારમાં મંગળવારે બપોરે એક ઈમારતમાં આગ લાગી હોવાની માહિતી
મળી હતી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, તેમને બપોરે 3.34 કલાકે માહિતી મળી હતી. ઘટનાની
જાણ થતાં જ ફાયરની 5 ગાડીઓ
ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ ઓલવવાનું કામ શરૂ કર્યું હતું.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર, ન્યૂ અશોક નગરમાં એક બિલ્ડીંગમાં
આગ લાગી હતી, જેની
માહિતી મળતા જ રેસ્ક્યુ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. અત્યાર સુધીમાં 12 લોકોને બચાવી લેવાયા છે. જે
ઈમારતમાં આગ લાગી તે ત્રણ માળની ઈમારત હોવાનું કહેવાય છે અને આગ ઈમારતના પહેલા
માળે લાગી છે. જે તસવીર સામે આવી છે તેમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે ઈમારતમાંથી નીકળતો
કાળો ધુમાડો આખા આકાશમાં ફેલાઈ રહ્યો છે.
હાલ ફાયર બ્રિગેડની ગાડીઓ ફાયર
વિભાગ દ્વારા આગ ઓલવવા માટે સ્થળ પર હાજર છે. આગ ઓલવવાનું કામ કરવામાં આવી રહ્યું
છે, સાથે જ
બિલ્ડિંગમાં ફસાયેલા લોકોને પણ બચાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ આ વર્ષે
દિલ્હીના ઘણા વિસ્તારોમાં આગની ઘટનાઓ બની છે, જેમાં દિલ્હીના મુંડકામાં આગની
ઘટના સૌથી મોટી હતી.


