Ahmedabad ની સાબરમતી જેલમાં કેદીઓ વચ્ચે મારામારી!
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ-સિક્યોરિટી બેરેકમાં આજે સવારે 7 વાગ્યે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો.
Advertisement
અમદાવાદની સાબરમતી સેન્ટ્રલ જેલની હાઈ-સિક્યોરિટી બેરેકમાં આજે સવારે 7 વાગ્યે એક ચોંકાવનારો બનાવ બન્યો હતો. ગત રોજ ગુજરાત ATS દ્વારા પકડીને જેલમાં સોંપવામાં આવેલા આતંકવાદી અહેમદને ત્રણ કાચા કામના કેદીઓએ બેરેકમાં જ ઘેરી લઈને બેફામ માર માર્યો હતો. આ ઘટનાથી જેલ વિભાગમાં ખળભળાટ મચી ગયો છે અને ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા છે.
Advertisement


