Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

આખરે અનુપમ ખેર પણ ટકી ન શક્યા, તેમને પણ બલિદાન આપવું પડયું

બસ.. આખરે ફિલ્મ અભિનેતા અનુપમ ખેરને પણ બલિદાન આપવું પડયું. તેમણે પોતાની મૂછોનું બલિદાન આપ્યું હતું. આવો જાણીએ કેમ અનુપમ ખેરને મુછો કાઢવી પડી.હવે અનુપમ ખેરના મેળાવડામાં ચાની ચુસ્કી હશે, પણ તાવ આપવા માટે મૂછો નહીં હોય..પીઢ અભિનેતા અનુપમ ખેર આગામી થોડા દિવસો સુધી દાઢી, મૂછ અને વાળ વગર જોવા મળશે. અનુપમ ખેરે શુક્રવારે સવારે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર એક વીડિયો શેર કરતા આ àª
આખરે અનુપમ ખેર પણ ટકી ન શક્યા  તેમને પણ બલિદાન આપવું પડયું
Advertisement
બસ.. આખરે ફિલ્મ અભિનેતા અનુપમ ખેરને પણ બલિદાન આપવું પડયું. તેમણે પોતાની મૂછોનું બલિદાન આપ્યું હતું. આવો જાણીએ કેમ અનુપમ ખેરને મુછો કાઢવી પડી.
હવે અનુપમ ખેરના મેળાવડામાં ચાની ચુસ્કી હશે, પણ તાવ આપવા માટે મૂછો નહીં હોય..પીઢ અભિનેતા અનુપમ ખેર આગામી થોડા દિવસો સુધી દાઢી, મૂછ અને વાળ વગર જોવા મળશે. અનુપમ ખેરે શુક્રવારે સવારે સ્વદેશી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ કૂ એપ પર એક વીડિયો શેર કરતા આ માહિતી આપી હતી.
થોડી ઉદાસી, થોડી રમુજી શૈલીમાં રેકોર્ડ કરાયેલા આ વિડીયોમાં અનુપમ ટ્રીમરમાંથી પોતાની મૂછો હટાવતા અને ખેદ વ્યક્ત કરતા જોવા મળે છે. વિડીયો શેર કરતા અનુપમે પોતાની આગામી ફિલ્મમાં એક નવા પાત્રને રજૂ કરવાની તૈયારી કરતા લખ્યું, "મૂછો ખૂબ જ ઝડપથી ઉતરી ગઈ. મૂછો મારી 527મી ફિલ્મ માટે જવાની હતી. (ટૂંક સમયમાં જ વિગતો આપીશ). બાલ બાલ… નહીં બચે! 
અનુપમ ખેર, જે સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય છે, તે થોડા સમય પહેલા કાશ્મીરી પંડિતો પર આધારિત ફિલ્મમાં તેમના અસાધારણ અભિનય માટે સમાચારમાં હતા. જો કે આ વિડીયોમાં તેમણે પોતાની આવનારી ફિલ્મના નામનો ઉલ્લેખ નથી કર્યો પરંતુ કામ ખાતર બલિદાન આપવાની સલાહ આપી છે. 
અનુપમ બહુ ઓછી ફિલ્મોમાં મૂછ વગર જોવા મળે છે. જ્યારે વાળની સમસ્યા યુવાનીના દિવસોથી તેમની સાથે છે. અનુપમ ખેર, જેમણે 28 વર્ષની ઉંમરે 60 વર્ષના વૃદ્ધની ભૂમિકા ભજવી હતી, તે થિયેટરના સૌથી અનુભવી કલાકારોમાંના એક છે, જેમણે દરેક પાત્રને જીવંત કરવાની કળામાં મહારત મેળવી છે.
અભિનેતા અનુપમ ખેરે થોડા દિવસો પહેલા જ તેની આગામી ફિલ્મ 'કાગઝ 2'ની જાહેરાત કરી હતી. આ ફિલ્મમાં અનુપમ ખેર સાથે પંકજ ત્રિપાઠી, મોનલ ગજ્જર, સતીશ અને અમર ઉપાધ્યાય પણ જોવા મળશે
Advertisement
Tags :
Advertisement

.

×