Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

જાણો શ્વેતા તિવારીની દીકરીએ માતાના અપસેટ લગ્નજીવન વિશે શું કહ્યું

શ્વેતા તિવારીએ પોતાના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. શ્વેતાના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. પલક આ બંનેની પુત્રી છે. ત્યારબાદ બંનેએ છૂટાછેડા લીધા અને શ્વેતાએ રાજા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. આ પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્નના થોડા વર્ષોમાં જ આ લગ્નમાં પણ સમસ્યાઓ આવવા લાગી. શ્વેતાએ અભિનવ પર પોતાની અને પલક સાથે ઘરેલુ હિંસા અને દુર્વ્યàª
જાણો શ્વેતા તિવારીની દીકરીએ માતાના અપસેટ લગ્નજીવન વિશે શું કહ્યું
Advertisement
શ્વેતા તિવારીએ પોતાના અંગત જીવનમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડ્યો છે. શ્વેતાના પહેલા લગ્ન રાજા ચૌધરી સાથે થયા હતા. પલક આ બંનેની પુત્રી છે. ત્યારબાદ બંનેએ છૂટાછેડા લીધા અને શ્વેતાએ રાજા પર ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો. આ પછી શ્વેતાએ અભિનવ કોહલી સાથે લગ્ન કર્યા, પરંતુ લગ્નના થોડા વર્ષોમાં જ આ લગ્નમાં પણ સમસ્યાઓ આવવા લાગી. શ્વેતાએ અભિનવ પર પોતાની અને પલક સાથે ઘરેલુ હિંસા અને દુર્વ્યવહારનો આરોપ લગાવ્યો હતો. ત્યારબાદ અભિનવે શ્વેતા વિશે ઘણી નકારાત્મક કમેન્ટ કરી અને એવો પણ આરોપ લગાવ્યો કે શ્વેતા તેને તેના પુત્રને મળવા દેતી નથી. પલકએ તેની માતાને ઘણી બધી બાબતોમાંથી પસાર થતા જોઇ છે અને તેથી પલક તેની માતા પર ગર્વ અનુભવે છે કે કેવી રીતે તેણીએ તમામ મુશ્કેલીઓનો સામનો કર્યો હોવા છતાં તેણીએ તેના બાળકોના ઉછેરમાં કોઈ પણ બાબતે ઓછું આવવા દીધું નથી.
હાલમાં જ  મિડીયા સાથેની વાતચીતમાં પલકે તેની માતા વિશે વાત કરી પલક કહે છે, 'હું આ વાત શીખી છું કે કોઈની સાથે પણ લગ્નની ઉતાવળ ન કરવી જોઈએ. જો તમને લાગતું હોય કે તે વ્યક્તિ યોગ્ય નથી તો તમારે તે સમયે તેને છોડી દેવો જોઈએ. મહિલાઓને આ વસ્તુ ખૂબ જ નડે છે અને મેં આ માત્ર મારી માતા સાથે જ નહીં પરંતુ અન્ય ઘણી મહિલાઓ સાથે પણ થતાં જોયું છે. મહિલાઓ  બોન્ડીંગ માટે ઘણી બધી વસ્તુઓ જતી કરે છે કરીએ છીએ કારણ કે સ્ત્રીઓ લોકોમાં પરિવારને અગેરેસર જોવા માંગે છે. તે સારી ક્વોલિટી છે, પરંતુ તે તમને પાછળ રાખે છે. આ પ્રેમ નથી અને હું આવો પ્રેમ ક્યારેય ઈચ્છતી નથી. ન તો હવે કે ફી ક્યારેય નહીં. તેની માતા સાથે આ બધું જોઈને, શું તેને પ્રેમમાંથી વિશ્વાસ ઉઠી ગયો છે, પલકએ કહ્યું, 'ના એવું નથી કારણ કે મેં મારી માતાને સારી પત્ની તરીકે જોઈ છે. મેં મારી નાનીને મને ખૂબ પ્રેમ કરતા જોઈ છે તેથી હું જાણું છું કે દુનિયામાં સાચો પ્રેમ હોય છે અને દરેક લગ્ન ખરાબ નથી હોતા.
પલક શ્વેતા તિવારીને  કામમાં પાછી લાવી હતી તે ગપસપ વિશે, તેણે કહ્યું, 'અમે લોકોને અમારી વાત કહેવામાં સમય પસાર કરતા નથી. મારી માતાની પ્રાથમિકતા હંમેશા પરિવારનું ધ્યાન રાખવાનું જ રહી છે. હવે હું ફક્ત આના પર જ ધ્યાન કેન્દ્રિત કરું છું.
પલકની પ્રોફેશનલ લાઈફ
તમને જણાવી દઈએ કે પલક પણ તેની માતાના પગલે ચાલી રહી છે અને તે હવે આ ગ્લેમરસ દુનિયાનો એક ભાગ છે. તાજેતરમાં જ પલક આદિત્ય સીલ સાથે મ્યુઝિક વીડિયો માંગતા હૈ ક્યામાં જોવા મળી હતી.  આ પહેલા, તે હાર્ડી સંધુના ગીત બિજલી-બિજલી પર ખૂબ જ સારું પરફોર્મ કર્યું હતું. આ ગીત પછી તે હવે ખૂબ જ લોકપ્રિય થઈ ગઈ છે. આ સાથે તે બોલીવુડમાં પણ ડેબ્યુ કરી રહી છે. તે રોઝીઃ ધ સેફ્રોન ચેપ્ટર ફિલ્મમાં જોવા મળશે. પહેલા આ ફિલ્મ આ વર્ષે જાન્યુઆરીમાં રીલિઝ થવાની હતી, પરંતુ પછી તે  પોસ્ટપોન રાખવામાં આવી. ફિલ્મની નવી રિલીઝ ડેટ હજુ આવી નથી. 
Tags :
Advertisement

.

×