સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે જાણો કોને ફ્રીમાં એન્ટ્રી આપવા કરવામાં આવી રજૂઆત
ગાંધીનગરમાં (Gandhinagar)કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને(Statue of Unity)નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો હવે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે( National Teachers Union)કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થી પ્રવાસ માટે નિશુલ્ક એન્ટ્રી આપવા રજૂઆત કરી છે. સરદાર પટેલના નિર્વાણ દિવસના 15 દિવસ ગુજરાતના વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવા રજૂઆત કરી છે. પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામà
Advertisement
ગાંધીનગરમાં (Gandhinagar)કેવડિયા ખાતે બનાવવામાં આવેલ સ્ટેચ્યુ ઓફ યુનિટીને(Statue of Unity)નિહાળવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં લોકો આવે છે. તો હવે રાષ્ટ્રીય શૈક્ષિક સંઘે( National Teachers Union)કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે વિદ્યાર્થી પ્રવાસ માટે નિશુલ્ક એન્ટ્રી આપવા રજૂઆત કરી છે. સરદાર પટેલના નિર્વાણ દિવસના 15 દિવસ ગુજરાતના વિદ્યાર્થીઓને નિશુલ્ક પ્રવેશ આપવા રજૂઆત કરી છે.
પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામાં આવી
તમને જણાવી દઈએ કે, સ્ટેચ્યુ ઓફ યુનિટીના પ્રવેશ માટે 280 રૂપિયા ફી રાખવામાં આવી છે. જેમાં વિદ્યાર્થીઓ માટે કોઈ કન્સેસન આપવામાં આવ્યું નથી. વિદ્યાર્થીઓના પ્રવાસના આયોજનને લઈ ખાસ ડિસ્કાઉન્ટ આપવા પ્રવાસનમંત્રીને રજૂઆત કરવામાં આવી છે.
મહીસાગરના બાલાસિનોરમાં એક હોટલમાં 45 લોકોએ કર્યું ધર્મ પરિવર્તન
મહીસાગર જિલ્લામાં ધર્મ પરિવર્તનની ઘટના સામે આવી છે. મહીસાગરના બાલાસિનોરમાં આવેલ એક હોટલમાં 45 લોકોએ ધર્મ પરિવર્તન કર્યું હતું. મહીસાગર, પંચમહાલ અને ખેડા ત્રણ જિલ્લાના કુલ 45 લોકોએ હિન્દુ ધર્મમાંથી બૌદ્ધ ધર્મ સ્વીકાર્યો હતો. ધર્મ પરિવર્તન કરનારાના લોકોનો દાવો છે કે ધર્મ પરિવર્તન માટે એક મહિના અગાઉ જિલ્લા કલેકટર પાસે પરમિશન માંગવામાં આવી હતી. કોઈપણ પ્રકારના લોભ લાલચમાં ના આવી અને સ્વેચ્છાએ ધર્મ પરિવર્તન કર્યું હોવાનું લોકોનું કહેવું છે.
આપણ વાંચો- આગામી ચાર વર્ષમાં ભારતમાં સંરક્ષણ ઉપકરણોનું માર્કેટ આશરે ૪ લાખ કરોડનું થશે: રિટાયર્ડ મેજર
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


