Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

દિલ્હીના સબ્જી મંડી રેલવે સ્ટેશન પર ભીષણ આગ, ચોતરફ કાળો ધૂમાડો છવાયો, જુઓ વિડીયો

ઉત્તર દિલ્હીમાં સબ્જી મંડી રેલ્વે સ્ટેશન નજીક ઉત્તર રેલવેના સિગ્નલ અને ટેલિકોમ બિલ્ડિંગમાં રવિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે કાળો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો. આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. માહિતી મળ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે ઉત્તર રેલ્વ
દિલ્હીના સબ્જી મંડી રેલવે સ્ટેશન પર ભીષણ આગ  ચોતરફ કાળો ધૂમાડો છવાયો  જુઓ વિડીયો
Advertisement
ઉત્તર દિલ્હીમાં સબ્જી મંડી રેલ્વે સ્ટેશન નજીક ઉત્તર રેલવેના સિગ્નલ અને ટેલિકોમ બિલ્ડિંગમાં રવિવારે સાંજે અચાનક આગ ફાટી નીકળી હતી. આગ એટલી પ્રચંડ હતી કે કાળો ધુમાડો કેટલાય કિલોમીટર સુધી ફેલાઈ ગયો હતો. આસપાસના લોકોને આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી. માહિતી મળ્યા બાદ ફાયરની 14 ગાડીઓ ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયાસ હાથ ધર્યો હતો. જો કે ઉત્તર રેલ્વેના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આ ઘટના સ્ટેશનની સીમાની બહાર પેસેન્જર વિસ્તારથી દૂર બની હતી. તેથી તમામ ટ્રેનોની અવરજવર સામાન્ય છે.


પ્રતાપ નગર મેટ્રો સ્ટેશન પણ નજીક
દિલ્હીના સબ્જી મંડી રેલવે સ્ટેશન પર સિગ્નલ-ટેલિકોમ સ્ટોરમાં ભીષણ આગ લાગી હતી. જે જોતજોતામાં વેરહાઉસમાં પણ ફેલાઇ ગઇ હતી. જ્યાં આગ લાગી તે સ્થળ પ્રતાપ નગર મેટ્રો પાસે છે. તેનાથી જોખમ વધ્યું હતું. જો કે ફાયર વિભાગે ઘટનાની માહિતી મળતાં જ ઝડપી કાર્યવાહી કરી હતી અને 14 ફાયર ટેન્ડરો અહીં મોકલ્યા હતા. આગને કાબુમાં લેવા ફાયર વિભાગને ભારે જહેમત ઉઠાવવી પડી હતી.
ટ્રેન વ્યવહાર યથાવત
ઉત્તર રેલવેના પ્રવક્તાએ જણાવ્યું કે આ ઘટના સ્ટેશનની બહાર પેસેન્જર વિસ્તારથી દૂર બની હતી. તેમણે કહ્યું કે તમામ ટ્રેનોની અવરજવર સામાન્ય છે. ફાયરની ગાડીઓ પહેલેથી જ સ્થળ પર છે. આ ઘટના સ્ટેશનની સીમાની બહાર બની હતી અને ત્યાં મુસાફરોની કોઈ અવરજવર નથી. જેના કારણે કોઇને ઇજા પણ થઇ નથી. 
Advertisement
Tags :
Advertisement

.

×