વધુ એક આફત, મનુષ્યમાં જોવા મળ્યો આ ખતરનાક વાયરસ
અત્યાર સુધી બર્ડ ફ્લૂના કેસ માત્ર પક્ષીઓઅને પ્રાણીઓમાં જ જોવા મળતા હતા, પરંતુ ચીનમાં મનુષ્યમાં તેના ચેપનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે અન્ય લોકોમાં આ ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે.ચીનના હેનાન પ્રાંતમાં 5 એપ્રિલે ચાર વર્ષના બાળકમાં તાવ અને અન્ય લક્ષણોની પુષ્ટિ થઈ હતી. ત્યારપછીની તપાસમાં તેમાં બર્ડ ફà
Advertisement
અત્યાર સુધી બર્ડ ફ્લૂના કેસ માત્ર પક્ષીઓઅને પ્રાણીઓમાં જ જોવા મળતા હતા, પરંતુ ચીનમાં મનુષ્યમાં તેના ચેપનો પ્રથમ કેસ નોંધાયો છે. ચીનના સ્વાસ્થ્ય વિભાગે મંગળવારે આ વાતની પુષ્ટિ કરી છે. જો કે, એવું કહેવામાં આવ્યું છે કે અન્ય લોકોમાં આ ચેપ ફેલાવવાનું જોખમ ઓછું છે.
ચીનના હેનાન પ્રાંતમાં 5 એપ્રિલે ચાર વર્ષના બાળકમાં તાવ અને અન્ય લક્ષણોની પુષ્ટિ થઈ હતી. ત્યારપછીની તપાસમાં તેમાં બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેન હોવાની પુષ્ટિ થઈ છે. રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગ દ્વારા કહેવામાં આવ્યું છે કે છોકરાના સંપર્કમાં આવેલા લોકોમાં ચેપ જોવા મળ્યો નથી. તપાસમાં જાણવા મળ્યું કે ચાર વર્ષનો છોકરો તેના ઘરમાં મુર્ગી અને પક્ષીઓના સંપર્કમાં આવ્યો હતો.
ચીનના નેશનલ હેલ્થ કમિશને જણાવ્યું છે કે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે બર્ડ ફ્લૂના H3N8 સ્ટ્રેનમાં માનવોને અસરકારક રીતે સંક્રમિત કરવાની ક્ષમતા ઓછી હોય છે. આવી સ્થિતિમાં મોટા પાયે રોગચાળો ફેલાવાનું જોખમ ઓછું છે. નિષ્ણાતોના મતે H3N8 સ્ટ્રેન અત્યાર સુધી ઘોડા, કૂતરા, પક્ષીઓમાં જોવા મલહો હતો પરંતુ અત્યાર સુધી મનુષ્યમાં આ પ્રકાર જોવા મળ્યાના કોઈ સમાચાર નથી. ચીનમાં


