રાણકી વાવ ખાતે પદ્મશ્રીના હસ્તે ધ્વજારોહણ કરાયુ
આજે ભારત દેશના 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભારે ઉત્સાહ પૂર્ણ કરવામાં આવી રહી છે. દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્ર ધ્વજને સન્માન સાથે ફરકાવી તેને સલામી આપી આ મહા પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા પણ આ મહા પર્વમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વ્યક્તિઓને પણ આ જ ના દિવસે ધ્વજ ફરકાવવા માટે આગવું સ્થાન આપ્યું છે.પાટણ ખાતે પણ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે પદ્મશ્રી દ્વારા પ્રથમ વખ
Advertisement
આજે ભારત દેશના 76માં સ્વતંત્રતા પર્વની ઉજવણી ભારે ઉત્સાહ પૂર્ણ કરવામાં આવી રહી છે. દેશની આન, બાન અને શાન સમા રાષ્ટ્ર ધ્વજને સન્માન સાથે ફરકાવી તેને સલામી આપી આ મહા પર્વની ઉજવણી કરાઈ રહી છે ત્યારે સરકાર દ્વારા પણ આ મહા પર્વમાં પદ્મશ્રી એવોર્ડ મેળવનાર વ્યક્તિઓને પણ આ જ ના દિવસે ધ્વજ ફરકાવવા માટે આગવું સ્થાન આપ્યું છે.
પાટણ ખાતે પણ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે પદ્મશ્રી દ્વારા પ્રથમ વખત રાષ્ટ્ર ધ્વજ ફરકાવી સલામી આપવમાં આવી હતી.
પાટણ ખાતે આવેલ વિશ્વ વિરાસત રાણકી વાવ ખાતે આજે પ્રથમ વખત ધ્વજ વંદન કાર્યક્રમ આર્કિયોલોજી વિભાગ દ્વારા યોજવામાં આવ્યો હતો જેમાં સરકાર દ્વારા પણ એક પ્રથમ પહેલ કરી પદ્મશ્રી દ્વારા ધ્વજ ફરકાવવામા આવે તે પ્રકારનો નિર્ણય કરવામાં આવ્યો છે જેને લઇ રાણકી વાવ ખાતે પદ્મશ્રી ગેના ભાઈ પટેલના હસ્તે દેશની આન, બાન અને શાન એવા રાષ્ટ્ર ધ્વજને ફરકાવી સલામી આપવામાં આવી હતી.
આ કાર્યક્રમમાં આર્કિયોલોજી વિભાગ વડોદરાના અધિકારીઓ, સેવા ભાવી સંસ્થાના અગેવાનો સહીત શાળાના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.


