દ્વારકામાં ભારે વરસાદના કારણે જળબંબાકાર જેવી સ્થિતિ
Heavy rain in Dwarka : દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાએ જોરદાર પધરામણી કરી, જેના કારણે ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ભાણવડ અને ખંભાળિયા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો.
Advertisement
Heavy rain in Dwarka : દ્વારકામાં વહેલી સવારથી મેઘરાજાએ જોરદાર પધરામણી કરી, જેના કારણે ઇસ્કોન ગેટ અને ભદ્રકાળી ચોક જેવા વિસ્તારોમાં ભારે વરસાદ ખાબક્યો. કલ્યાણપુર તાલુકામાં 3 ઇંચ જેટલો વરસાદ નોંધાયો, જ્યારે ભાણવડ અને ખંભાળિયા પંથકમાં પણ વરસાદી માહોલ છવાયો. ભાટિયા ગામની બહારના મુખ્ય માર્ગ અને ભાટિયાથી ભોગાત ગામ જતા રસ્તા પર પાણી ફરી વળતાં લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો. બિરલા પ્લોટ વિસ્તારમાં તો પાણી લોકોના ઘરો સુધી પહોંચી ગયું, જેનાથી સ્થાનિકોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
Advertisement


