Surat ના સણિયા હેમાદ ગામમાં ફરી ખાડીપૂર, કેટલાક વિસ્તારમાં પાંચ ફૂટ સુધી પાણી ભરાયા
સુરતના સણીયા હેમાદ ગામમાં ફરી ખાડીપુરના પાણી ફરી વળ્યા હતા. ખાડીપુરના પાણી ફરી વળતા ગામમાં પાંચ ફૂટ સુધી પાણી ફરી વળ્યા હતા. ઉપરવાસમાં પડેલ ભારે વરસાદના કારણે ફરી ખાડીપુરની સમસ્યાનું નિર્માણ થવા પામ્યું હતું. ગામમાં આવેલ મંદિર પણ અડધે અડધુ ગરકાવ થઈ જવા પામ્યું હતું. તેમજ વાહન વ્યવહાર સહિત જનજીવન પર પણ અસર થવા પામી હતી. પગપાળા જતા લોકોને પણ પાણીમાંથી પસાર થવાનો વારો આવ્યો હતો. ચાર ચાર દિવસ સુધી ખાડીપુરના પાણીનો સામનો કરી ચૂકેલા ગામવાસીઓને ફરી એક વખત ખાડીપુરની સમસ્યાના સામનો કરવો પડ્યો હતો. ગામના માજી સરપંચ જાગૃતિબેન રામાનંદીએ નિવેદન આપ્યું હતું કે, આ દર વર્ષની સમસ્યા થઈ ગઈ છે. રજૂઆત કરતા કરતા થાકી ગયા છીએ. સમસ્યાનો હજી કોઈ કાયમી ઉકેલ આવ્યો નથી. વાહન વ્યવહાર પર પણ ખાડીપુરના કારણે અસર થવા પામી છે. લોકોને પગપાળા જવામાં પણ ખૂબ જ મુશ્કેલી પડી રહી છે.


