અમરેલીના ઊંચૈયા ગામમાં જળબંબાકાર, 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
- અમરેલીના રાજુલાનું ઊંચૈયા ગામ બેટમાં ફેરવાયું
- ઊંચૈયા ગામે 50 જેટલા લોકોનું રેસ્ક્યૂ કરાયું
- MLA Hira Solanki ઊંચૈયા ગામ પહોંચ્યા
- પાણીના પ્રવાહમાં તરીને ઊંચૈયા ગામ પહોંચ્યા
- ખેતમજૂરો, બાળકોનું રેસ્ક્યૂ કરીને સલામત સ્થળે ખસેડાયા
- ટ્રેક્ટર સાથે ઊંચૈયા ગામમાં પહોંચ્યા હતા હીરા સોલંકી
- અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં હીરા સોલંકી ત્યાં પહોંચ્યા
- કમોસમી વરસાદના કારણે ઠેરઠેર પાણી ભરાયું
Amreli : અમરેલીના રાજુલા તાલુકાનું ઊંચૈયા ગામ કમોસમી વરસાદના કારણે સર્જાયેલી પૂર જેવી સ્થિતિમાં જાણે બેટમાં ફેરવાઈ ગયું હતું. આ ભયાવહ સ્થિતિમાં ગામના લગભગ 50 જેટલા લોકો ફસાઈ ગયા હતા, જેમાં ખેતમજૂરો અને બાળકોનો પણ સમાવેશ થતો હતો.
સ્થાનિક ધારાસભ્ય હીરા સોલંકી પરિસ્થિતિની ગંભીરતાને પારખીને તાત્કાલિક ઊંચૈયા ગામ પહોંચ્યા હતા. તેમણે જાતે જ પાણીના પ્રવાહમાં તરીને અને ટ્રેક્ટર લઈને જળબંબાકાર થયેલા વિસ્તારમાં પ્રવેશ કર્યો હતો. હીરા સોલંકીની આગેવાની હેઠળ આ તમામ ફસાયેલા લોકોનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરીને તેમને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા હતા. કમોસમી વરસાદને લીધે અમરેલીના અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ જતાં સર્જાયેલી આ કટોકટીમાં ધારાસભ્યની આ સરાહનીય કામગીરી ચર્ચાનું કેન્દ્ર બની છે.
આ પણ વાંચો : Unseasonal rain in Gujarat : રાજ્યમાં આગામી 3 દિવસ સામાન્યથી ભારે વરસાદની આગાહી


