અમદાવાદમાં બે વર્ષ બાદ ફરીએકવાર યોજાયો ફ્લાવર શો, મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના હસ્તે ઉદઘાટન
અમદાવાદ શહેરમાં આખરે બે વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2.50 કરોડ ના ખર્ચે ફલાવર શો યોજાયો છે. જેમાં 1 કરોડથી વધુ ફ્લાવરથી અદ્ધભૂત સ્કલ્પચર બનાવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ના હસ્તે ફ્લાવર શો નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે.આઝાદીનો અમૃત મોહોત્સવ તેમજ G 20, સ્પોર્ટ્સ અને ભગવાન અને ઋષિમુનિના સ્કલ્પ્ચર પણ તૈયાર કરવામાં આવ્યા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.વિદેશ
Advertisement
અમદાવાદ શહેરમાં આખરે બે વર્ષ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 2.50 કરોડ ના ખર્ચે ફલાવર શો યોજાયો છે. જેમાં 1 કરોડથી વધુ ફ્લાવરથી અદ્ધભૂત સ્કલ્પચર બનાવામાં આવ્યા છે.મુખ્યમંત્રી ના હસ્તે ફ્લાવર શો નું ઉદ્ધઘાટન કરવામાં આવ્યું છે.આઝાદીનો અમૃત મોહોત્સવ તેમજ G 20, સ્પોર્ટ્સ અને ભગવાન અને ઋષિમુનિના સ્કલ્પ્ચર પણ તૈયાર કરવામાં આવ્યા છે જે લોકોમાં આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.
વિદેશથી ખાસ બિયારણ લાવી ફૂલો ઉગાડવામાં આવ્યા
ફ્લાવર શૉમાં બહારના દેશમાંથી લાવેલા એમરન ફર્સ્ટ એન્ડ કેલાલીલીના ફ્લાવર ખાસ બિયારણ લાવી અહીં ઉગાડવામાં આવ્યા છે..જેના વિવિધ કલરના ફલાવર્સ પણ આકર્ષણ જગાવી રહ્યા છે.તમામ લોકોને પ્રવેશ માટે 30 રૂપિયા ની ફી રાખવામાં આવી છે.પરંતુ આજે મુખ્યમંત્રી દ્વારા સૂચન આપવામાં આવ્યું હતું જેમાં તેમણે ફ્લાવર શો નો ટાઈમિંગ એક કલાક વધારવા માટે સૂચન અપાયું. સાથે જ ટિકિટ ના દર અંગે પણ ચર્ચા કરવામાં આવશે તેમ તેમણે કહ્યુ. 31 ડિસેમ્બર થી 12 જાન્યુઆરી સુધી ફ્લાવર શો લોકો માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે.
ફ્લાવર શોના મુખ્ય આકર્ષણો પર નજર કરીએ તો
- મહેંદીમાંથી બનાવેલું ઓલિમ્પિકનું સ્કલ્પચર
- જી-20 થીમ આધારિત સ્કલ્પચર
- આઝાદીના અમૃત મોહોત્સવ થીમ બેઝ શૉ
- 200 ફૂટ લાંબી ગ્રીન વોલ
- ફ્લાવર લવ પોટ
- 20થી વધુ સેલ્ફી પોઇન્ટ
- જુદી જુદી સાઈઝમાં ફ્લાવર ટાવર
- વાઈલ્ડ લાઈફ સ્કલ્પચર
- વેજિટેબલ એન્ડ ફ્રુટ્સના રોપા
- હનુમાનજીની પ્રતિકૃતિ, ઋષિના સ્કલ્પચર
- ફૂલો થી બનેલા આકર્ષણ ગેટ
આ તમામ પ્રકારના આકર્ષણના કેન્દ્રો લોકો માટે ઉભા કરવામાં આવ્યા છે.બે વર્ષ બાદ લોકોને આ ફ્લાવર શોનો લ્હાવો મળવા જઇ રહ્યો છે.સાથો સાથ લોકો ની ભારે ભીડ ને પગલે બપોરે 2 વાગ્યા થી અટલ બ્રિજ બંધ રાખવામાં આવ્યો છે.
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


