હવામાન વિભાગની આગાહીને પગલે રાજકોટ યાર્ડ થયું સતર્ક, ખુલ્લામાં પડેલી જણશી તાડપત્રીથી ઢાંકવા પરિપત્ર
હવામાન વિભાગ દ્વારા ભરશિયાળે સૌરાષ્ટ્રભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને વરસાદી છાંટા પડતા ખેડૂતોને ઉભા પાકમાં નુકસાની વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર-સોમનાથ ભાવનગર, બગસરા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટાઓ પડ્યા હતા. ગીર-ગઢડા અને જુનાગઢની અંદર વરસાદના કારણે આંબાàª
Advertisement
હવામાન વિભાગ દ્વારા ભરશિયાળે સૌરાષ્ટ્રભરમાં માવઠાની આગાહી કરવામાં આવી છે. હાલ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં વાદળછાયુ વાતાવરણ અને વરસાદી છાંટા પડતા ખેડૂતોને ઉભા પાકમાં નુકસાની વેઠવાનો વારો આવે તેવી સ્થિતિ સર્જાઇ છે. સૌરાષ્ટ્રના જુનાગઢ, ગીર-સોમનાથ ભાવનગર, બગસરા સહિતના વિસ્તારોમાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી છાંટાઓ પડ્યા હતા.
ગીર-ગઢડા અને જુનાગઢની અંદર વરસાદના કારણે આંબામાં આવેલા મોર ખડી જતા કેરીના પાકને નુકસાનીની સ્થિતિ સર્જાયેલી છે તો બીજી બાજુ સૌરાષ્ટ્રના યાર્ડ પણ વાતાવરણને લઇને સતર્ક થયા છે. ચેરમેનો દ્વારા હાલ યાર્ડ ની અંદર નવી જણસી ન લાવવા માટેની સૂચના આપવામાં આવી છે.
રાજકોટની વાત કરીએ રાજકોટ બેડી યાર્ડ ના ચેરમેન જયેશ બોધરા અને ડિરેકટર અતુલ કમાણીએ ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરતા જણાવાયું કે રાજકોટ બેડી યાર્ડ ની અંદર 20 હજાર જેટલી મગફળીની ગુણી ખુલ્લાઓમાં પડી છે તો આજે જ તેની હરાજી કરી અને ખાલી કરવા સૂચના આપવામાં આવી છે.
આ તરફ ખુલ્લાની અંદર લસણ પણ એટલા જ માત્રામાં પડ્યું છે ખુલ્લી જણસીને તાડપત્રીથી ઢાંકવા માટે ખેડૂતો અને દલાલોને બેડીયાર્ડ દ્વારા પરિપત્ર બહાર પાડીને જાણ કરવામાં આવી છે. અનેક મગફળીઓ ઉપર ખેડૂતો દ્વારા તાડપત્રી ઢાંકી અને મગફળીને બચાવવાના પ્રયાસ કરવામાં આવ્યા છે. જોકે હાલ રાજકોટનું વાતાવરણ સારુ છે પરંતુ વરસાદની આશંકાને લઇને ખેડૂતો દ્વારા તાડપત્રીની મદદથી ખુલ્લામાં પડેલી મગફળીને ઢાંકી દેવામાં આવી છે.
આ પણ વાંચો - પત્ની સાથે છુટાછેડાના માત્ર 4 જ મહિનામાં યુવકની પૂર્વ પ્રેમિકા સાથેના ફોટા કેવી રીતે થયા વાયરલ
ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) - જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.


